વાંસદા નગરમાં આવેલા નવા બસ સ્ટેન્ડમાં બસો જ્યાંથી આવનજાવન કરે છે ત્યાંજ મસમોટા ખાડા પડવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વાંસદા પંથકમાં એકમાત્ર મોટું એસ.ટી. ડેપો છે ત્યાં સવાર સાંજ દરમિયાન 500થી વધુ બસ આવાગમન કરતી હોય છે. વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે અને અહીંથી ગામડાઓમાં જવા માટે દરેક લોકો એસ.ટી. બસ પકડતા હોય છે ત્યારે અહીં પડેલા મસમોટા ખાડાઓને લઈ એસ.ટી.ચાલકોમાં અકસ્માતનો ભય સર્જાયો છે.
અહીં કોન્ક્રીટ ઉખડી ગયા બાદ સળિયા દેખાવા લાગ્યા છે અને સળિયા ટાયરમાં ઘુસી જાય ત્યારે બસમાં પંચર પડે છે પરંતુ જવાબદાર વહીવટી તંત્રની લાપરવાહીનો એસ.ટી.ચાલકો ભોગ બની રહ્યાં છે. એસ.ટી. બસમાં નુકસાન ઉઠાવાનો વારો આવી રહ્યો છે. વહીવટી તંત્રની આંખ હજુ પણ ઉઘડી નથી.
અહીંથી વાંસદા સ્કૂલ અને કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ તેમજ ધંધો-રોજગાર અર્થે આવતા લોકો અહીંથી પોતાના રોજગારના સ્થળે કે ઘરે જાય છે. અહીંથી દિવસના હજારો લોકોનું આવનજાવન થાય છે.
બસ વાળતા હોય ત્યારે મુશ્કેલી પડે છે
અમારે રોજ બસમાં અપડાઉન કરવાનું હોય છે, બસ સ્ટેન્ડમાં ઘણા ખાડાઓ પડી ગયા છે. જેથી બસ વાળતા હોય ત્યારે મુશ્કેલી પડે છે. આ ખાડાઓ જલ્દી પૂરવામાં આવે તો સારું, કારણ કે, અહીં અકસ્માત થવાનો ભય લાગે છે.> સંજય પટેલ, વિદ્યાર્થી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.