ધાર્મિક:‘દંડકવન એ મનની ખારાશ-ખટાશ દૂર કરવાનું આધ્યાત્મિક કેન્દ્ર’

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દંડકવન આશ્રમમાં પુષ્પાંજલિ આપતા રાજ્યના મુખ્યમંત્રી. - Divya Bhaskar
દંડકવન આશ્રમમાં પુષ્પાંજલિ આપતા રાજ્યના મુખ્યમંત્રી.
  • વાંસદા સ્થિત દંડકવનમાં મહર્ષિ સદાફલ દેવ આશ્રમના 7મા વાર્ષિક મહોત્સવમાં રાજયના મુખ્યમંત્રીએ હાજરી આપી
  • દંડકવન આશ્રમે વર્ષોથી આદિવાસી પરિવારોમાં સેવા સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા કાર્યો કર્યા છે, મધ્યપ્રદેશ રાજયપાલ

નવસારી જિલ્લાના વાંસદા સ્થિત દંડકવનમાં અખિલ ભારતીય વિહંગમ યોગ સંત સમાજ દ્વારા આયોજીત મહર્ષિ સદાફલ દેવ આશ્રમના 7મા વાર્ષિક મહોત્સવ, 1008 કુંડી વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞ તેમજ વિહંગમ યોગ સત્સંગ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઈ પટેલ સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, બીલીમોરામાં દરિયાઈ ખારાશને અટકાવવા માટેના પ્રકલ્પનું ખાતમુહૂર્ત થયું છે ત્યારે વાંસદાના દંકડવન એ મનની ખારાશ અને ખટાશને દુર કરવાનું આધ્યાત્મિક કેન્દ્ર છે.

સમગ્ર ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સદાફલદેવજી મહારાજ આઝાદીની લડતમાં જોડાયા હતા. અસહકારના આંદોલનમાં જોડાઈને જેલવાસ પણ ભોગવ્યો હતો. સદાફલદેવજીનું જનજન સુધી વિહંગમ યોગને પહોંચાડવાનું કાર્ય આજે વટવૃક્ષ બન્યું છે. ભવિષ્યના ભારતને સૃદઢ બનાવવા માટે પોતાની પરંપરાઓ, જ્ઞાન દર્શનનું વિસ્તરણએ સમયની માંગ છે ત્યારે દંડકવન આશ્રમ પરિકલ્પનાઓને સાકારિત કરવા માટે આધ્યત્મિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રેમ, કરૂણા, ઉચ-નીચના ભેદભાવમાંથી મુકિત એ સદાફલદેવ મહારાજની પરિકલ્પના હતી. ભારતની યોગશકિત વિશ્વમાં પ્રસ્થાપિત થાય તેવું મહારાજનું સ્વપ્ન હતું જે પ્રધાનમંત્રીના પ્રયાસોના પરિણામે આજે સમગ્ર વિશ્વ યોગદિનની ઉજવણી કરતુ થયું છે. વિહંગમ યોગ સંસ્થાએ વર્ષોથી ગૌસેવાના વિચારને આગળ વધારી રહી છે ત્યારે રાજય સરકારે ગૌમાતાના સંવર્ધન માટે 500 કરોડની ફાળવણી કરી હોવાનું તેમણે કહ્યું હતું.

મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, દંડકવન આશ્રમ એ વર્ષોથી આ વિસ્તારના આદિવાસી પરિવારોમાં સેવાની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા કાર્યો કરી રહ્યો છે. અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર લાવી સમાજને નિર્વ્યસની બને તથા અજ્ઞાનતાથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનું કાર્ય આશ્રમના માધ્યમથી થઈ રહ્યું છે જે બદલ સ્વતંત્ર મહારાજ તથા જ્ઞાનદેવ મહારાજને અભિનંદન પાઠવ્યાં હતા. આ અવસરે સદગુરૂ સ્વતંત્રદેવજી મહારાજે જણાવ્યું હતું કે, ભારતની પવિત્ર ભૂમિ અનાદિકાળથી ઋષિ-મુનિઓની તપસ્વી ભૂમિ રહેલી છે.

આપણી સંસ્કૃતિ સમગ્ર વિશ્વને શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપે છે. દંડકારણ્યની પાવનભૂમિ પર મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામના પગલાં પડયા હોવાનું જણાવીને સદાફલદેવજી મહારાજના સેવાકાર્યો ભવિષ્યમાં પણ આગળ વધતા રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે સંતપ્રવર વિજ્ઞાનદેવજી મહારાજે સ્વાગત પ્રવચન કરતા દંડકવન આશ્રમ દ્વારા વિહંગમ યોગ જનજન સુધી પહોંચે તેવા પ્રયાસોની વિગતો આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ દંડકવન આશ્રમના સદાફલદેવજી મહારાજની પ્રતિમાના દર્શન કરીને સંસ્થાની આયન કી શ્વેત ધ્વજારોહણ કર્યું હતું.

MPના રાજયપાલે પૂર્વ રાજયપાલ સ્વ.કુમુદબેન જોષીના પરિવારની મુલાકાત લીધી
મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલે ગણદેવીના વતની અને પૂર્વ રાજયપાલ સ્વ.કુમુદબેન જોષીના પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. નવસારીના અગ્રણી અને પૂર્વ નગરસેવક કર્ણ હરિયાણીના માતા દિપ્તીબેન હરિયાણીનું અવસાન થતા તેમના પરિવારની મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું. રાજ્યપાલ મંગુભાઇ પટેલે અગાઉ પણ નવસારીની મુલાકાત લીધી હતી ત્યારે તેમના નજીકના સંબંધીઓ સાથે તથા શહેરના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી અને નવસારીની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...