કાર્યવાહી:હનુમાનબારી પાસેથી ગૌ રક્ષકોએ ગાય- વાછરડા ભરેલો ટેમ્પો પકડ્યો

વાંસદા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાૈવંશને પજાંબથી રાજસ્થાન થઇ ગુજરાત અને મહારાષ્ટ્ર લઇ જવાતા હતા

વાંસદા તાલુકાના હનુમાનબારી થઈને એક આઇસર ટેમ્પો નમ્બર પીબી.11. એજી 9625માં ગાય ભરીને નીકળવાનો છે. જેની બાતમી મહેન્દ્રસિંહ ગંગાસિંહ રાજપુરોહિતને મળતા બીજા ગૌ રક્ષકો નારાયણસિંગ પ્રતાપસિંગ રાજપૂત, પ્રવણ જયસિંગ પરમાર, ઉમેશ રાકેશ પટેલે વોચ રાખી પી.એસ.આઇ.વિરેન્દ્રસિંહ વાઘેલાને ફોન કરતા પોલીસની ગાડી પણ ત્યાં આવી ગઈએ દરમિયાન બાતમી વાળો આઇસર ટેમ્પો આવતા ઉભો રખાવાનો ઈશારો કરતા ચાલકે ટેમ્પોને થોડેક દૂર જઇ ઉભો રાખતા ચાલક તથા ક્લીનર સાઈડ બેસેલ ઇસમ ભાગવા જતા ચાલક પકડાઈ ગયો હતો અને ક્લીનર સાઈડ બેસેલ ઇસમ ભાગી ગયો હતો.

ચાલકને સાથે રાખી ટેમ્પોના પાછળના ભાગે 10 જેટલા અબોલ પશુ ગાય અને 3 વાછરડા અને એક મૃત હાલતમાં ગાય મળી આવતા તમામ ગાયોને ટૂંકા દોરડાથી બાંધેલા હતા અને હલન ચલણ ન થાય તેવી રીતે ભરીને લઈ જતા ચાલક પાસેથી પશુઓ હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનો પ્રમાણ પત્ર માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું. આ ગાયો ક્યાંથી લાવી તેની પૂછપરછ કરતા ટેમ્પો મલિક સુખમેન્દ્રસિંગ ગુરમુખસિંગ ઉર્ફે કલકતે વાળા ગ્યાની ઉર્ફ વિકી રહે. રતનહેડી તા.ખન્ના જી.લુધિયાના પજાંબએ ક્લિનર સાઈડ બેસેલ ઇસમે પજાંબથી ભરીને રાજસ્થાન થઈ ગુજરાતના આણંદ સુધી લઈ જવા માટે રૂપિયા 2000 ડ્રાઈવર તરીકે આપવાની વાત કરી હતી અને આણંદ આવીને જણાવ્યું હતું કે અહમદનગર મહારાષ્ટ્ર લઈ જવાની છે.

પોલીસે ચાલક મનજીતસિંગ મહેન્દ્રસિંગ ગોગા ચૌહાણ રહે. ખન્નાજી, લુધિયાણા પજાંબની અટક કરી અબોલ પશુ ૮ ગાયની કિંમત 50,000 અને વાછરડા ની કિંમત 3,000 અને મૃત ગાયની કિંમત 5000 રૂપિયા તથા આઇસર ટેમ્પોની કિંમત 4 લાખ 50 હજાર કુલ મળી 5,08,000ની મુદામાલ કબ્જે કરી ચાલકની અટક કરી આઇસર ટેમ્પો મલિક અને ગાયો ખરીદનાર સુખેન્દ્રસિંગને વોન્ટેટ જાહેર કરી અબોલ પશુઓ ગાય તથા વાછરડાને નવસારી પાંજરાપોળ મોકલી મૃત ગાયનો વેટનેરી ડોકટર પાસે પી.એમ. કરાવી સંજયકુમાર રંમતુભાઈ અ. હે.કો.ટાઉન વાંસદા ફરિયાદ લખવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે

અન્ય સમાચારો પણ છે...