ક્રાઇમ:કોવિડ ટેસ્ટ કરવા ગયેલી ટીમને માર મારવાની ધમકી

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા તાલુકામાં કોરોનાનો વધુ પડતો ભય

વાંસદામાં કોરોનના કેસ વધતા આરોગ્ય વિભાગની ટીમ કોવિડ ટેસ્ટ અને સમજણ આપવવા માટે સરા ગામે પહોંચતા ગામ લોકો એકત્રિત થઈ કોવિડ-19ના ટેસ્ટીગનો વિરોધ કર્યો હતો અને લાકડી કુહાડી વડે માર- મારવા સાથે જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાનો જીવ બચાવીને પરત આવ્યા હતા. ગામ લોકો દ્વારા કહેવામાં આવ્યું કે, અમારા ગામમાં કોરના વાઈરસ નથી જેથી તમારે ગામમાં પ્રવેશ કરવું નહીં અને આરોગ્ય વિભાગની ટીમ કોરોનાનો કેસ બતાવીને દર્દીઓની કીડની, હૃદય,આંખો કાઢી લઈને વેપાર ધંધો કરવાનું ષડ્યંત્ર કરેલ છે એવું કહીને લોકોનું ટોળો વિરોધ કરતા આ વિસ્તારમાં કોરોના ટેસ્ટીગ કે સમજણની કામગીરી અવરોધાઈ છે. સરા આરોગ્ય અધિકારીએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત નવસારી અને તાલુકા હેલ્થ ઓફિસ કચેરી, વાંસદાને લેખિતમાં આ મામલે જાણ કરી છે.

મને જાણ નથી
વાંસદા તાલુકા ના સરા ગામે કોરોના ટેસ્ટીગ માટે ગયેલા કર્મચારીઓ સાથે ગામલોકો વચ્ચે થયેલ બોલચાલ માટેની જાણ મને નથી કેમકે હું રજા પર છું અને સોમવારે ઓફિસ ઉપર જઈશ ત્યારે ખબર પડશે. - ડો.દિલીપ ભાવસાર, જિલ્લા આરોગ્ય અધિકારી, નવસારી

અન્ય સમાચારો પણ છે...