ફરિયાદ:અરજદારોને બેંકો નાની લોન આપવા પણ આનાકાની કરતી હોવાની ફરિયાદ

વાંસદા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા તાલુકાનો સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરીમાં યોજાયો

વાંસદા તાલુકા મામલતદાર કચેરીમાં વાંસદા તાલુકા સ્વાગત કાર્યક્રમ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણીના પ્રમુખ સ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમમાં મામલદાર મનસુખલાલ વસાવા તથા નાયબ મામલતદાર પિયુષ પટેલ, ભાવિનભાઈ, નાગરભાઈ (પ્રાંત), તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઇ, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક, બેંક ઓફ બરોડાના અધિકારી, એસટી ડેપોના મેનેજર, બીલીમોરા મુકેશભાઈ રાઠોડ તથા કારકુન ઉમેશભાઈ તથા તેજલ પટેલ તેમજ અરજદારો ભુપેન્દ્ર પટેલ, હરીશભાઈ પટેલ તથા અન્ય ગંગાસ્વરૂપ બહેનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં 9 જેટલી બહેનોને ગંગાસ્વરૂપની આર્થિક સહાય યોજના માટે અરજીઓ મંજૂર કરેલી તે અરજદારોને આપવામાં આવી હતી. આ સાથે એક રૂપવેલની જમીન બાબતમાં ખેડૂતોની ફરિયાદને પ્રાંત અધિકારીએ શાંતિપૂર્વક સાંભળી 15 દિવસમાં નિરાકરણ કરવાની બાંહેધરી આપી હતી અરજદાર ભુપેન્દ્ર પી.પટેલ બીલીમોરા- વઘઈ ફ્લાઈંગ રાણી ટ્રેન સાથે બસ કનેક્ટ શરૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બસ શરૂ કરી દેવામાં આવી છે તેમજ અન્ય પ્રશ્નોમાં ભુપેન્દ્ર પટેલની રજૂઆત એવી હતી કે વાંસદા તાલુકામાં આવેલ સરકારી બેંકો તેમાં સહકારી બેંકોમાંથી લોન બાબતે લોકોને અસંતોષ છે.

આ બાબતે નવસારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી મારફત અરજદારોની લોન આપવા બાબતનો ઓર્ડરો જે તાલુકાની તમામ બેંકોને આપવામા આવ્યો અને તેનો અમલ બેંકો દ્વારા કરવામાં નહીં આવતા અરજદારોની ફરિયાદના આધારે તપાસ કરતા જાણવા મળેલ બેંકો નાની-નાની લોનો આપવા માટે અરજદારોને આનાકાની કરતા હોય તે બાબતે લેખિતમાં ફરિયાદ ભુપેન્દ્ર પટેલે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આપી હતી. આ બાબતે ફક્ત બેંક ઓફ બરોડાના જ અધિકારી હાજર રહેલ બાકી અન્ય બેંકોના અધિકારીઓ હાજર રહ્યા ન હતા. તમામ પ્રશ્નોનો સંતોષકારક જવાબ પ્રાંત અધિકારીએ આપતા અરજદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...