તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મનો ગુનો:સગીરા સાથે શારીરિક સંબંધ રાખી લગ્નની ના પાડતા યુવાન સામે ફરિયાદ

વાંસદાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉનાઇ ખંભાલીયાના યુવાન વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો

વાંસદા તાલુકાના ઉનાઈ-ખંભાલિયા ગામે યુવાને 16 વર્ષની સગીર યુવતી સાથે પ્રેમસંબંધમાં શારીરિક સંબંધ રાખી લગ્ન કરવાની ના પાડતા યુવતીએ વાંસદા પોલીસ મથકે યુવક વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટનાની નોંધ લઇ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

વાંસદા પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના ઉનાઈ-ખંભાલિયામાં નિશાળ ફળિયામાં રહેતો જયદીપ પટેલ (ઉ.વ. 25)એ વર્ષ-2014માં 16 વર્ષની એક સગીરા સાથે પ્રેમ થઇ ગયો હતો. તેમણે 2014થી સિણધઇ ગામે આવેલ મિરી માતાના મંદિર પાસે રેલવે ફાટકની બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં તેમજ તેના ઘરની પાછળ તેના ખેતરમાં આજદિન સુધી વારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા.

સગીરા જ્યારે 2016માં ઉંમરલાયક બની ત્યારે જયદીપ પટેલે તેને લગ્ન કરવાની લાલચ આપી યૌન શોષણ કરી અવારનવાર શરીર સબંધ બાંધ્યો હતો. તેણે પ્રેમિકા સાથે શારીરિક સંબંધ રાખ્યા બાદ લગ્ન કરવા આંગે ના પાડી દેતા આખરે યુવતીએ વાંસદા પોલીસ મથકમાં જયદીપ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાંસદા પોલીસે તેની ફરીયાદ નોંધી આરોપી સામે દુષ્કર્મ અને પોકસોનો ગુનો નોધ્યો હતો જેની વધુ તપાસ પીએસઆઇ સર્કલ ઇસ્પેક્ટર એમ.બી.રાઠોડ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો