ખાતમુહૂર્ત:વાંસદા તાલુકાથી અનાવલ-સુરતને જોડતા 15 કિમી રસ્તાનું ખાતમુહૂર્ત

વાંસદા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7.61 કરોડની ગ્રાન્ટ મંજૂર થતાં લોકોમાં આનંદ છવાયો

વાંસદા તાલુકાથી અનાવલ તરફ જતા રસ્તા માટે આ વિસ્તારના લોકોની છેલ્લા ઘણાં સમયથી માંગ હતી કે આ વિસ્તારના લોકો ધાર્મિક કામ અને અન્ય કામ માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. જેની માંગણી વલસાડ-ડાંગ સાંસદ કે.સી.પટેલને કરતા સાંસદના પ્રયાસથી પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ 7,61,63,000ની ગ્રાન્ટથી રસ્તો મંજૂર થતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. વાંસદા તાલુકાના રૂપવેલ, સિંગાડ, કંડોલપાડા, ઢોલુમ્બર, કાંટસવેલ, દુબલ ફળિયા, લીમઝર તથા આજુબાજુના ગામના લોકો મહુવા તાલુકાને જોડતા રસ્તા માટે આ વિસ્તારના લોકો વલસાડ ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલને રજૂઆત કરી હતી.

સાંસદે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વાઇડનિંગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ ઓફ અનાવલ-કંડોલપાડાને જોડતા 15 કિલોમીટરનો રસ્તો 7,61,63,000ના ખર્ચથી બનનાર આ રસ્તાના ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી ગણપતસિંહ વસાવા અને વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલ, ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ નરેશભાઇ પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, નવસારી ભાજપ ભૂરાલાલ શાહ, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, વિરલભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...