ખાતમુહૂર્ત:વાંસદાના મોળાઆંબામાં રૂપિયા 6 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત

વાંસદા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય અનંત પટેલે કામનો પ્રારંભ કરાવ્યો

વાંસદા તાલુકાના છેવાડાના મોળાઆંબા ગામે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છેવાડાનું મોળાઆંબા ગામ વર્ષોથી વિકાસ ઝંખતું રહ્યું હતું. આ ગામમાં નવનિયુક્ત સરપંચ ગુલાબભાઈ અને જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા ચંદુભાઈ જાદવની આગેવાનીમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલના હસ્તે 6 લાખના રોડ રસ્તા અને નાળાના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતા.

જેમાં નીચલા ફળિયાનો રસ્તો, નાના કામો અને પેવરનાં કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રેરિત સરપંચ ગુલાબભાઈના ચાર્જ લીધા પછી સૌપ્રથમ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષોથી બનવા નહીં પામેલા એવા કામોને અગ્રિમતા આપવામાં આવી હતી. પ્રાથમિક ધોરણના કામો કરવાની કટિબદ્ધતા આપી હતી. આ કાર્યક્રમમાં દિપકભાઈ, નવીનભાઈ, મગનભાઈ, ડેપ્યુટી સરપંચ અને ગામના આગેવાનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...