દુર્ઘટના:રોંગ સાઈડમાં આવતી બાઈક સ્લીપ થઈ મોપેડ સાથે અથડાતા બાઈકચાલકનું મોત

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા વઘઇ રોડ પર તાડપાડા પાસે બનેલી દુર્ઘટના

વાંસદા-વઘઈ રોડ પર આવેલા તાડપાડા ગામે એક બાઈકચાલકે બાઈક રોંગસાઈડે લઈ આવતા સામે મોપેડસવારે મોપેડ ઉભી રાખી દીધી હતી. બાઈક સ્લીપ થઈ મોપેડમાં અથડાતા મોપેડ સવાર મહિલા અને બાઈકચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં બાઈકચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના મહુવાસ ગામે ઉપલુ ફળિયુંમાં રહેતો સંદીપ રાયસિંગભાઈ ગામીત (ઉ.વ. 32) બુધવારે રાત્રે તેની પત્ની અયુસા અને પુત્રી આરવી (ઉ.વ. 4) સાથે તેની એક્સેસ મોપેડ (નં. જીજે-21-બીપી-2038)ને લઈ વઘઈ તાલુકાના રંભાસ ગામે લગ્નપ્રસંગમાં જવા નીકળ્યા હતા. તેઓ વાંસદા-વઘઈ રોડ પર આવેલા તાડપાડા ગામની હદમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન વઘઈ તરફથી આવતી બાઈક (નં. જીજે-26-એએ-4810)ના ચાલક અંકિત ભીખુભાઈ પટેલ (રહે. ડુંગરડા, તા. વઘઈ, જિ. ડાંગ)ને બાઈક રોંગ સાઈડે લાવતા સંદીપ ગામીતે મોપેડ ઉભુ રાખી દીધું હતું. જેને પગલે બાઈક સ્લીપ થઈ મોપેડ સાથે અથડાઈ હતી. જેથી મોપેડ પર બેસેલી અયુસા નીચે પડી જતા તેને કપાળમાં ગંભીર ઈજા પહોંચતા 108માં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી. જ્યારે બાઈકચાલક અંકિત પટેલ પણ રોડ પર ફંગોળાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સંદીપ ગામીતે વાંસદા પોલીસ મથકે બાઈકચાલક અંકિત પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ અંગે પોલીસે જરૂરી કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...