તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંસદા તાલુકાના સીતાપુર અને ધાકમાળ ગામે વર્ષ 2015ના સરકાર હોમ સોલાર લાઈટ સિસ્ટમના લાભ લેવા માટે DGVCL વાંસદા ઓફિસમાં લાભાર્થીઓ એ લાભ લેવા માટે 40 રૂપિયા ભરી અરજી પત્રક ભર્યા હતા. ધાકમાળ,સીતાપુર અને ચોરવણી ના લગભગ 7 જેટલા લાભાર્થીઓ એ અરજી કરેલ હવે 2019માં સીતાપુર ગામે સોલાર લાઈટ સિસ્ટમના કંપનીના કર્મચારીઓ ગાડીમાં સોલાર પેનલ લઈને આવ્યા હતાં. પરંતુ 2019માં અમુક લાભાર્થીના ઘરે વીજ કનેક્શન જોતાં આ હોમ સોલાર પેનલનો લાભ લાભાર્થીને આપવા ના કહી પેનલ પરત લઈ ગયેલા હવે 2020 19 ડિસેમ્બરના રોજ સોલાર કંપનીના કર્મચારી મેન્ટેનન્સ માટે આવેલા કર્મચારી દ્વારા લાભાર્થી પાસે સોલાર સિસ્ટમ ન મળતા તેઓ એ સિસ્ટમ વેચી દીધીના તમામ લાભાર્થીઓના નામની ખોટી સહીઓ ગામના અજાણ્યા શખસ પાસે કરાવી ગયા હતા. આ વાતની લાભાર્થીઓને જાણ થતાં સૌ ભેગા મળી સરપંચ અને મિડીયાની સમક્ષ રજુઆત કરી હતી.
વાંસદા તાલુકા જી.ઈ.બી.ના ઈન્ચાર્જ હિરેન કંકોટીયાએ લાભાર્થીને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે વીજ કનેક્શન ઘરે હોવાથી સોલાર સિસ્ટમનો લાભ આપેલ નથી. તો છતાં પણ કોઈ લાભાર્થીના ઘરે લાઈટના હોય તે લોકોને બીજી યોજનામાંથી વીજ કનેક્શન આપવામાં આવશે અને જે કંપનીના કર્મચારી દ્વારા સહી કરાવી ગયેલ તે બાબતે લાભાર્થીઓ એ ગભરાવવાની જરૂર નથી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.