કાર્યક્રમ:મોટી ભમતીમાં માનવ- વન્યજીવ અને સંઘર્ષ તેને અટકાવવા જાગૃતિ કાર્યક્રમ

વાંસદા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દત્ત ચેરીટેબલ ટ્રસ્ટ, નવસારી દ્વારા વાંસદા નેશનલ પાર્કની આજુબાજુના તથા વાંસદા તાલુકાના જંગલ વિસ્તારને સંલગ્ન મોટી ભમતી ગામમાં માનવ-વન્યજીવ સંઘર્ષ અને તેને અટકાવવા માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગરના માર્ગદર્શન મુજબ આવી પરિસ્થિતી ઊભી થવા પાછળના કારણો અને તેને નિવારણ માટેના ઉપાયો, સાથે વન્યજીવ અને જંગલ સુરક્ષિત રહી શકે તે માટેની ઊંડાણપૂર્વકની સમજૂતી તાલીમકાર એમ. ડી. વણકર અને દત્ત ચેરીટેબલ ટ્રસ્ટ નવસારીનાં ડાયરેક્ટર બળવંતભાઈ દ્વારા ગ્રામજનોને આપવામાં આવી હતી. ફોરેસ્ટ ખાતાના એસ. ડી. પટેલ સહાય તથા જંગલ બચાવ અને વન્ય પ્રાણીથી થતા નુકસાનના વળતર માટે શું શું કાર્યવાહી કરવાની તેની વિસ્તૃત માહિતી આપી અને તમો બોલાવો ત્યારે હું હાજર થઈશ એવું જણાવ્યું હતું.

આ સાથે જ આવો કોઈ હુમલાનો બનાવ ન બને, ઘર્ષણ પેદા ન થાય એ માટે રાતના સમયે બહાર ન નીકળવું, બહાર ન સુવું, શૌચાલયનો જ ઉપયોગ કરવો, કોઈ વન્યજીવ ગામમાં દેખાય તો વન્ય અધિકારીને જાણ કરવી તથા જાતે જ તેને કાબુમાં લેવાનો પ્રયત્ન ન કરવો. વન્યજીવને કનડગત કરવું કે ચીડવવું નહી વગેરે જેવી વાતો કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં ગામના સરપંચ તથા આગેવાનો તથા એસ.ડી. પટેલ બીટગાર્ડ, ચંદ્રકાંત પટેલ. ફોરેસ્ટર વાંસદા, આર.આર. ગામીત સામાજીક વનીકરણ તથા ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...