તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ખેતરમાંથી રસ્તો નહીં આપતા ખેડૂત અને દીકરા-વહુ પર હુમલો

વાંસદાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુરેલીયામાં 6 સભ્યે હુમલો કરતા રાયોટિંગનો ગુનો નોંધાયો

વાંસદા તાલુકાના કુરેલીયા ગામે ખેડૂત તેમના પુત્ર અને પુત્રવધુ સાથે ખેતરમાં હતા ત્યારે એક કુટુંબના 6 સભ્યએ તમારા ખેતરમાંથી કેમ રસ્તો આપતા નથી એવું જણાવી ત્રણેને માર મારતા ખેડૂતે વાંસદા પોલીસમાં રાયોટીંગનો ગુનો નોંધાવ્યો હતો.

વાંસદાના કુરેલીયા ગામે ડુંગરી ફળિયામાં રહેતા ગુલાભાઈ ખુશાલભાઈ પટેલ (ઉ.વ. 66) તેમના તાડફળિયામાં આવેલા ખેતરમાં પુત્ર બિપીન અને પુત્રવધુ રંજન સાથે હાજર હતા. દરમિયાન કુરેલીયા તાડફળિયામાં રહેતા પ્રવિણ મનજીભાઈ પટેલ, રતિલાલ મનજીભાઈ પટેલ, મનજીભાઈ રંગજીભાઈ પટેલ અને ત્રણેયની પત્ની ગુલાભાઈના ખેતરમાં ગયા હતા. તેઓએ જ્યાં બિપીનને તમે તમારી જમીનમાં ગરનાળુ કેમ નાંખવા દીધેલું નહીં અને જમીન વચ્ચેથી કેમ રસ્તો આપતા નથી એમ જણાવ્યું હતું. જ્યારે ગુલાભાઈએ તેઓને જણાવ્યું કે ગરનાળુ સરકારી જમીનમાં મંજૂર થયું હોય જેથી અમારી જમીનમાં નાંખવું નહીં અને રસ્તો અમારી જમીનની સાઈડમાંથી કાઢી આપ્યો હોય તેમાંથી અવરજવર કરો તો વાંધો નથી.

પરંતુ અમારી સાથે ફરી ઝઘડો કરશો તો રસ્તો બંધ કરી દઈશું અને આ અંગે ગ્રા.પં.માં જાણ પણ કરી હોવાનું જણાવ્યું હતું. જેથી આ તમામ 6 જણાંએ ઉશ્કેરાઈ જઈ ગાળ આપી માર મારવા આવતા બિપીને મોબાઈલમાં શુટીંગ ચાલુ કર્યું હતું ત્યારે ઝપાઝપી થતા તેનો મોબાઈલ પડી ગુમ થયો હતો. પ્રવિણે બિપીનને માથાના ભાગે પથ્થર માર્યો હતો અને રતિલાલ અને મનજીભાઈ તેમજ ત્રણેયની પત્નીએ બિપીનને ઢીકમુક્કીનો માર મારતા તેમને છોડાવવા ગયેલો ગુલાભાઈ અને તેમની પુત્રવધુ રંજનને પણ માર માર્યો હતો.

પ્રવિણ, મનજીભાઈ અને રતિલાલ તેમજ ત્રણેયની પત્નીએ આ જમીન બાબતે ઝઘડો કરશો તો જીવતા છોડીશું નહીં એવી ધમકી આપી જતા રહ્યા હતા. બિપીનને ઈજા પહોંચતા કોટેજ હોસ્પિટલમાં, જ્યારે ગુલાભાઈ અને રંજનબેનને પ્રાથમિક સારવાર અપાઈ હતી. આ અંગે ગુલાભાઈ પટેલે વાંસદા પોલીસમાં પ્રવિણ, રતિલાલ, મનજીભાઈ અને ત્રણેયની પત્ની વિરૂદ્ધ રાયોટીંગ અને માર મારવાનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો