તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:વાંસદામાં ગંગપુર ઉપલા ફળિયાની શાળા બંધ કરવાની હિલચાલથી રોષ

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા તાલુકામાં એકપણ શાળા બંધ કરાય તો આંદોલનની ચીમકી

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા વાંસદા તાલુકાની કેટલીક વર્ગશાળાઓ બંધ થવાની હિલચાલને પગલે ગંગપુર ગામના ઉપલા ફળિયામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. શાળા બંધ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

ગંગપુર ગામમાં વર્ગશાળા અને મુખ્ય શાળામાં જવાની મુશ્કેલી પડે એમ છે. આ વર્ગશાળા સાડા ત્રણ કિમી જેટલું અંતર છે. આ શાળા અને મુખ્ય શાળા વચ્ચે કાવેરી નદી વહે છે, જ્યાં પુલ નથી અને પિચીંગ નીચું છે, જેના કારણે બાળકો અવરજવર કરી શકે નહીં.

આ શાળાથી મુખ્ય શાળા તરફ જવા અન્ય રસ્તો ભીમસેન ફળિયા થઈને જઈ શકાય છે પરંતુ ત્યાંથી જતા નેશનલ હાઇવે વાંસદા ધરમપુર રોડ આવેલો છે, જેથી નાના બાળકોને આવાગમન માટે જોખમી છે. આ વર્ગશાળામાં ફળિયાના આગેવાનો અને વાલીઓ દ્વારા રિપેરીંગ કામ પણ કરવામાં આવ્યું હતું, જેનો ખર્ચ રૂ. 34640 વાલીઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.

વાલીઓ સાથે આંદોલન કરીશું
આ મિટીંગમાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળા અને વર્ગશાળાઓ બંધ કરીને ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માંગે છે, જે ચલાવી લેવામાં આવશે નહીં. વાંસદાની એકપણ શાળા બંધ કરવામાં આવશે તો વાલીઓ સાથે આંદોલનને રસ્તે જઈશું. આ મિટીંગમાં ગામના સરપંચ રાજેશભાઈ, રણમતભાઈ, માજી સરપંચ શુક્કરભાઈ, તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ ચંદુભાઈ કાશુભાઈ ગાંવિત અને વાલીઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...