તુલસીદાસ વૈષ્ણવ
વાંસદા-વઘઇ રોડ પર વન્ય પ્રાણીઓ રોડ ક્રોસ કરતા હોય ત્યારે અકસ્માતનો ભોગ બનતા હોય છે. તેઓ અકસ્માતનો ભોગ બને નહીં તે માટે અંડરગ્રાઉન્ડ બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાંસદા તાલુકાના સરહદીય અને ઘોર જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે.
આ જંગલ વિસ્તારમાં જાત-જાતના વન્ય પ્રાણીઓ વસાવાટ કરે છે. ઘણીવાર જંગલમાં રહેતા પ્રાણીઓ એક તરફથી બીજી તરફ રોડ પરથી પસાર થઇ જંગલમાં જતા હોય છે ત્યારે ઘણા વન્ય પ્રાણીઓ અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામતા હોય છે.
વન્ય પ્રાણીઓ અકસ્માતનો ભોગ બની મૃત્યુ પામતા હોય
જેને ધ્યાનમાં રાખી વાઈલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ-1972ના આધારે જંગલ ખાતા દ્વારા સરવે કરીને નવસારી માર્ગ મકાન વિભાગને વાંસદા-વઘઇ રોડ પર પ્રાણીઓનું ઘર કહેવાય છે એવો નેશનલ પાર્ક આવેલો છે. બીલીમોરા-ચીખલી વાંસદા-વઘઈ રોડ જેમાંથી 20 કિ.મી. જેટલો રોડ સંકલન 53.4 કિ.મી.થી 59.6 કિ.મી. સુધી વાંસદા નેશનલ પાર્કમાંથી પસાર થાય છે.
વન્ય પ્રાણીઓ અકસ્માતનો ભોગ બને નહીં તે માટે અંડરગ્રાઉન્ડ બ્રિજ
આ રસ્તાનો ૮ મીટર કેરેજ વેમાંથી ફોર લાઈનમાં કન્વર્ટ કરવા જંગલ ખાતા દ્વારા એનિમલ મિટીફેશન પ્લાન્ટની જોગવાઇ માટે જણાવાયું હતું. આ માર્ગનો સરવે કરી અંદાજીત 84 લાખના ખર્ચથી વન્ય પ્રાણીઓ માટે રસ્તો ક્રોસ કરવા માટે અંડરગ્રાઉન્ડ બોક્સ કલવર્ટ બ્રિજ બનાવામાં આવ્યો છે, જે અંડર ગ્રાઉન્ડ કલવર્ટ બ્રિજમાંથી પ્રાણીઓ સલામત રીતે પસાર થાય તે માટે બનાવાયા છે.
હરિયાળી કરી જંગલ જેવો માહોલ ઉભો કરાશે
આ અંડર ગ્રાઉન્ડ બોક્સ કલવર્ટને એવી રીતે બનાવવામાં આવશે કે હરિયાળી કરી એવો માહોલ ઊભો કરાશે કે જેને લઈને જંગલમાંથી વન્ય પ્રાણીઓ અંડરગ્રાઉન્ડમાંથી પસાર થશે ત્યારે જંગલ જેવું લાગશે.
નેશનલ પાર્કના જંગલમાં વિવિધ પક્ષી-પ્રાણી રહે છે
આ નેશનલ પાર્કના જંગલ વિસ્તારમાં સોસિંગા હરડ, હનુમાન લંગૂર, જંગલી રીંછ, જંગલી બિલાડી, ઊડતી ખિસકોલી, ભારતીય દીપડા જેવા અનેક પક્ષી અને વન્ય પ્રાણીઓ રહેતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.