તપાસ:વાંસદા ભાજપના વાંસદા-ચીખલીના ધારાસભ્ય પર લગાવાયેલ આક્ષેપ હાસ્યાસ્પદ

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ભૂગર્ભ જળ ઓથોરિટીના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ થવા છતાં વાંસદા ભાજપનો ધારાસભ્ય અનંત પટેલ પર ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ લોકોમાં હાસ્યાસ્પદ બન્યો છે. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલે કેન્દ્રીય ભૂગર્ભ જળ ઓથોરિટીના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર નોટિસ સરકાર દ્વારા જાહેર થઈ હતી. અખબારમાં આ જાહેરાત આવી ગયા બાદ પણ ધારાસભ્ય અનંત પટેલ ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનો વાંસદા ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અખબારમાં પ્રકાશિત જાહેરાત દ્વારા સચ્ચાઈ જાણવા મળી હતી કે, વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સરકારને જાહેરાત ક્રમાંક 3/2022નો જે વિરોધ કરવામાં આવ્યો હતો, તેની સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. વાંસદા-ચીખલીના ધારાસભ્ય પર આ અગાઉ પણ નેતાઓ દ્વારા ગેરમાર્ગે દોરતા હોવાના આક્ષેપો લગાવાયા હતા, જે ટૂંકાગાળામાં ખોટા પડવાના કારણે ભાજપ દ્વારા લગાવામાં આવી રહેલા આક્ષેપો લોકોમાં હાસ્યાસ્પદ બની રહ્યા છે.

વાંસદા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, શાસક પક્ષના નેતા હોવા છતાં પોતાના જ પક્ષ દ્વારા કરવામાં આવતી જાહેરાતોની પણ ખબર નથી. કેન્દ્રીય ભૂગર્ભ જળ ઓથોરિટીના જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર દ્વારા રહેણાંક એપાર્ટમેન્ટ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની સરકારી જળ વિતરક એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરકો, ઔદ્યોગિક, માળખાગત, માઇનિંગ પરિયોજનાઓ, સ્વિમિંગ પુલ માટે પીવા તથા ઘરેલુ ઉપયોગમાં લેનાર સહિત તમામ ભૂગર્ભ જળ વપરાશ કરનારાઓ માટે અખબારમાં નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી કે, જેમાંથી તમામ જે ભૂગર્ભ જળ વપરાશ કરતા હોય તેમણે ચાલુ હોય કે નવિન 30મી જૂન 2022 સુધી તમામ હયાત વપરાશકર્તાઓએ સીજીડબ્લ્યુએની મંજૂરી કઢાવવા રૂ. 10 હજાર રજીસ્ટ્રેશન ફીની ચૂકવણી કરી 30મી સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ અરજી ફોર્મ ભરી જમા કરવાનું જણાવાયું હતું.

લોકોને ગેરમાર્ગે દોરીને દિવસમાં તારા બતાવી રહ્યાં છે
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નોટિસ સમાચાર પત્રોમાં આવી, ન્યૂઝમાં બતાવાઈ છે. આ ઉપરાંત ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ જાહેરાત કરાઈ છે અને જાહેર કરેલા તમામ પુરાવા કોઈને જોવા હોય તો મારો કોન્ટેક કરી શકે છે. ભાજપના નેતાઓને જાણકારી નહીં હોય તેઓ પ્રદર્શન કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. મારા પર ખોટા આક્ષેપો લગાવીને જણાવી રહ્યાં છે કે આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. હું લોકોને ગેરમાર્ગે નથી રહ્યો પરંતુ તેઓ લોકોને ગેરમાર્ગે દોરીને દિવસમાં તારા બતાવી રહ્યાં છે. - અંનત પટેલ, ધારાસભ્ય ચીખલી વાંસદા

શાસક પક્ષ દરેક વખતે ધારાસભ્ય પર ખોટા આક્ષેપો કરે છે
શાસક પક્ષ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ સામે દરેક વખતે ખોટા આક્ષેપો કરાય છે. શાસક પક્ષના નેતા દ્વારા તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટ માટે પણ એમ જ કહેવાયેલું કે આવો કોઈ પ્રોજેક્ટ આવી રહ્યો નથી, ત્યારબાદ રાજ્ય અને કેન્દ્રના બજેટમાં એની જોગવાઈ કરવામાં આવી હતી. આ રીતે ખોટા આક્ષેપો કરી શાસક પક્ષ આદિવાસી સમાજ સામે પોતાના જ પગ ઉપર કુહાડી મારી રહ્યો છે.- નીતિનભાઈ, કુરેલીયા

અન્ય સમાચારો પણ છે...