વિવાદ:વાંસદાના કેવડી ગામે આવાસ અને મનરેગા યોજનામાં ગેરરીતિનો આક્ષેપ

વાંસદા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોનું તાલુકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને ટીડીઓને આવેદન

વાંસદા તાલુકાના કેવડી ગામે આવાસ અને મનરેગા યોજનામાં ગેરરીતિના આક્ષેપ સાથે ગ્રામજનોએ તાલુકા પંચાયત પ્રમુખ શાતુંભાઈ ગાવિત, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ગેરરીતિની તપાસ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. વાંસદા તાલુકાના કેવડી ગામના ગ્રામજનોએ તાલુકા પંચાયત પ્રમુખ શાતુંભાઈ ગાવિત, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક અને આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું હતું.

જેમાં જણાવ્યા મુજબ સરકારની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખોટા લાભાર્થીઓએ અન્યના કાચા ઘર બતાવીને જીયોટીક કરી બિનઅધિકૃત રીતે આ યોજના હેઠળ સરકારને ખોટી માહિતી આપી લાભ લઇને સરકારને નુકસાન કર્યું છે. મનરેગા યોજના હેઠળ પણ ખોટી રીતે જોબકાર્ડ ધારકોની હાજરી બતાવી ઉચાપત કરી હોવાની બાબત ગ્રામજનોના ધ્યાન પર આવી હતી. જેથી સાચા લાભાર્થીને ન્યાય મળી રહે તે હેતુ માટે સ્થળ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.\n\nફોટો : કેવડી ગામે આવાસ અને મનરેગા યોજનામાં ગેરરીતિને લઈ આવેદનપત્ર સુપરત કરતા ગ્રામજનો.

અન્ય સમાચારો પણ છે...