તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલત કફોડી:વાંસદાનો કેલીયા ડેમ સુકાતા 3 તાલુકાના 19 ગામની ખેતી મુશ્કેલીમાં

વાંસદા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાંસદામાં આવેલો ખેડૂતો માટે જીવાદોરી સમાન કેલીયા ડેમમાં પાણીની આવક ઘટતા ખેતીને નુકસાનની ભીતિ. - Divya Bhaskar
વાંસદામાં આવેલો ખેડૂતો માટે જીવાદોરી સમાન કેલીયા ડેમમાં પાણીની આવક ઘટતા ખેતીને નુકસાનની ભીતિ.
  • વર્ષ 1983માં કેલીયા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની લંબાઇ 113 મીટર અને 701 મીટર માટીબંધ સાથે કુલ 814 મીટર છે
  • ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન આ ડેમમાં પાણીની અછતથી ખેડૂતોની હાલત કફોડી

વાંસદા તાલુકામાં આવેલો કેલીયાડેમ વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ડેમ છે. આ ડેમમાંથી પાણી પુરવઠા દ્વારા અનેક ગામોમાં પીવાનું પાણી પૂરું પાડે છે, તે ઉપલબ્ધ છે પરંતુ ત્રણ તાલુકાના અમુક ગામોને ડેમમાં પાણી નહીં હોવાથી ખેતી માટે પાણી મળશે નહીં. વરસાદ લંબાશે તો ખેડૂતોની હાલત કફોડી બનશે.

વાંસદા તાલુકાના કેલીયા ગામે વર્ષ 1983મા કેલીયા ડેમનું નિર્માણ થયું હતું. આ ડેમની લંબાઈ 113 મીટર અને 701 મીટર માટીબંધ સાથે કુલ 814 મીટર લંબાઈ ધરાવતો ડેમ છે. સારો વરસાદ પડે ત્યારે આ ડેમ 113.40 મીટર ભરાયા બાદ ઓવરફ્લો થાય છે. વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોના ખેડૂતો ખેતી અને પીવાનું પાણીનો ઉપયોગ કરે છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો ધરું નાંખ્યાં બાદ વરસાદ નહીં પડતા ડાંગરની રોપણી કરવા માટે કેલીયા ડેમ પર આધાર રાખ્યો હતો પરંતુ ડેમમાં પાણી નહીં હોવાથી કૂવામાંથી મશીનથી પાણી કાઢીને રોપણીના કામે જોતરાયા છે તો ઘણા ખેડૂતો પાણીની સુવિધા નહીં હોવાથી વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે. હાલ થોડાક દિવસ હજુ પણ વરસાદ ખેંચાય જાય તો ખેડૂતોની હાલત વધુ કફોડી બનવાના એંધાણ વર્તાય રહ્યાં છે. જેને લઇ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ત્રણ તાલુકાના આ ગામોને પિયતનો લાભ
વાંસદા તાલુકાના 6, ચીખલીના 12 અને ખેરગામનું 1 ગામ સહિત કુલ 19 જેટલા ગામોમાં આ ડેમનું પાણી પહોંચે છે. જેમાં કેલીયા, માંડવખડક, મીયાઝરી, ઢોલુમ્બર, ગોડથલ, સુખાબારી, અંબાચ, કંસારીયા સહિતના ગામોમાં પિયત અને પીવાનું પાણી આ ડેમ થકી ઉપલબ્ધ થાય છે. ચોમાસામાં આ કેલીયા ડેમ ભરાતા ત્રણેય તાલુકાના ખેડૂતોને સિંચાઇનો લાભ મળ છે.

છેલ્લા 4 વર્ષના કેલીયા ડેમમાં પાણી લેવલના આંક

વર્ષપાણીનું લેવલ (મીટરમાં)
2018108.6
2019104.8
202099.7
2021100.15

કેલીયા ડેમ વિસ્તારમાં 4 વર્ષમાં નોંધાયેલો વરસાદ

વર્ષવરસાદ (મિ.મી.)
20181014
2019668
2020302
2021392

​​​​​​​ડેમમાં સ્ટોરેજ પાણીનું લેવલ

વર્ષલેવલ (એમ.સી.એમ)
201810.74
20195.54
20201.55
20211.79

​​​​​​​નોંધ : 113.40 મીટર ડેમ ભરાયા બાદ ઓવરફ્લો થાય છે.

અન્ય સમાચારો પણ છે...