તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાંસદા ફાયરિંગકેસમાં નાસતો ફરતો આરોપી મહારાષ્ટ્રથી ઝબ્બે

વાંસદા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારચાલક પર ફાયરિંગ કરી આરોપી ભાગી છૂટયો હતો

વાંસદાના વિસગુલીયાબારીમાં મહારાષ્ટ્રથી ઇનોવા કાર ભાડે કરી લાવી મળસ્કે વહેલી સવારે કાર ચાલક ઉપર ફાયરીંગ કરી લોહીલુહાણ હાલતમાં મૂકી કાર લઈને ભાગી ગયેલા આરોપી કાર મહારાષ્ટ્રમાં છોડી જતા પોલીસે કારનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આ ગુનાનો નાસતો ફરતો આરોપી પોલીસ પકડથી દુર હતો જેને વાંસદા પોલીસે દબોચી લીધો હતો.

વાંસદા વિસ્તારના વિસગુલીયા બારીમાં મહારાષ્ટ્રથી ઇનોવા કાર ભાડે કરી ચાલક ઉપર મળસ્કે ફાઈરીંગ કરી લોહીલુહાણ હાલતમાં મૂકી કાર લઈને મહારાષ્ટ્ર તરફ ભાગી જતા પોલીસે તપાસ કરતા ઇનોવા કાર મહારાષ્ટ્રમાંથી મળી આવી હતી પણ આરોપી મળતો ન હતો. જેને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયની સૂચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.ફળદુ, સર્કલ ઇસ્પેક્ટર એમ.બી.રાઠોડના માર્ગદર્શન હેઠળ સિનિયર પીએસઆઈ વિરેન્દ્રસિંહ વાઘેલાની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ડ્રાઇવ અનુસંધાને અનિલ પટેલ, પો.કો.જીજ્ઞેશે મહારાષ્ટ્રના કોપરગાવ શહેર તા. કોપરગાવ જી.અહમદનગર મહારાષ્ટ્ર ખાતે ગયેલા હતા.

આ દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી માથાભારે અને મહારાષ્ટ્ર રાજ્યમાં અનેક ગુનાઓ આચરેલા છે. જેથી સ્થાનિક પોલીસની મદદ લઇ ગુનાને કામે નાસતો ફરતો આરોપી દેવીદાસ ઉર્ફ દેવો રંગનાથ ભોખડે, રહે.તીનયારી કોકમઠાન તા.કોપરગાવ મહારાષ્ટ્ર ઘરે હાજર રહેતા દબોચી લીધો હતો.

આરોપી વિરૂદ્ધ મહારાષ્ટ્રમાં 7 ગુના
વિસગુલીયા વાંસદા ફાયરીંગ અને કાર લૂંટ પ્રકરણ ના આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના કોપરગાવ પોલીસ મથકે વિવિધ સાત ગુના નોંધાયેલા છે. > એમ.બી.રાઠોડ, સર્કલ ઇસ્પેક્ટર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો