કાર્યવાહી:હનુમાનબારીની ચોરી પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ જેલમાં

વાંસદા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય બે તસ્કરોને ફરાર જાહેર કરાયા

વાંસદાના હનુમાનબારી ગામે ચોરી કરવા આવેલા 7 તસ્કર પૈકી સગીર સહિત 5ને પોલીસે ઝડપી પાડ્યાં હતા. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા 9 દિવસના રિમાન્ડ આપ્યા હતા. તમામને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો.

વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે રાત્રિના સમયે ઓમનગર વિસ્તારમાં ચોરી કરવા આવેલા 7 તસ્કરો એક ઘરમાં ઘુસતા આજુબાજુના લોકોને આવાજ આવતા બહાર નીકળીને જોતા અન્ય તસ્કર ઘરની બહાર ઊભેલો જોતા પોલીસને જાણ કરી હતી. જેને પગલે હરકતમા આવેલી પોલીસે તસ્કરોને પકડવા ઘટનાસ્થળે ધસી ગઈ હતી. પોલીસને જોઈ ભાગવા જતા પોલીસે તેમનો પીછો કરી કિલાદ નજીક 4 તસ્કરને ઝડપી લીધા હતા. જેમાંથી એક સગીર હોવાથી જૂનિયર કોર્ટમાં રજૂ કર્યો હતો.

જ્યારે અન્ય એક તસ્કર તપાસ દરમિયાન ઝડપાયો હતો. આ તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસની પૂછપરછમાં તેઓએ આંતરરાજ્ય ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેમાં મહારાષ્ટ્ર, મુંબઈ, સુરત, ચીખલી, નવસારી, વ્યારા સહિત અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રિમાન્ડ પૂર્ણ થતા તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. બે તસ્કરોને ફરાર જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...