સમસ્યા:વાંસદામાં લોકડાઉનની શરૂઆતથી હજુ સુધી આધારકાર્ડની કામગીરી બંધ

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકા સેવા સદનમાં છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડ બનાવાની કામગીરી શરૂ હતી, પરંતુ કોરોના મહામારીને લઈ લોકડાઉન જાહેર કરતા આ કામગીરી બંધ કરી દેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આધારકાર્ડ દરેક સરકારી કામગીરીમાં પુરાવા રૂપે કામ પડે છે. સરકારી સહાય, બેન્ક, જન્મ તારીખ, ફોન નંબર બદલાવા અટક બદલાવા માટે ફરી સુધારા વધારા કરવા માટે દરેક લાભાર્થીને તાત્કાલિક જરૂરત પડે છે. આધારકાર્ડ બનાવવા માટે બેન્કોમાં સુવિધા આપી છે, પરંતુ બેન્કમાં તો આગળ જ બેન્કના ગ્રાહકોની લાઈન લાગેલી હોય જેને લઈ ગામડાઓથી આવનાર અશિક્ષિત લોકો ધર્મધક્કા ખાવા પડે અને રૂપિયાનો બગાડ અને સમયનો બગાડ થતા પણ કામગીરી થતી નથી. જેને લઈ લોકોની માંગ ઉઠી છે કે વહેલી તકે તાલુકા સેવા સદનમાં કોમ્પ્યુટર ઉપર માણસો મુકેલા છે તો આધાર કાર્ડને લગતી કામગીરી શુ કામ બંધ કરી છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે આ કામગીરી ફરી શરૂ કરી લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ નગરજનોમાં ઉઠી રહી છે.

સેવા સદનમાં સેવા શરૂ કરો
નિવેદન- વાંસદા તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની કામગીરી બંધ છે. જેને લઈ ખેતીના કામે સમય બગાડી આટા ફેરી મારવામાં દિવસો નીકળી જાય છે. વહેલી તકે આ કામગીરી શરૂ કરે અને લોકોને પડતી હાલાકી દૂર કરે તેવી અમારી માંગ છે. - ગમનભાઈ પટેલ, ખેડૂત, દુબલફળીયા તા.વાંસદા

અન્ય સમાચારો પણ છે...