દીપડાને લઈ ગામમાં દહેશત:ચરવીમાં દીપડાએ પાલતુ પશુનો શિકાર કરતા ગામમાં દહેશતનો માહોલ

ઉનાઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા વન વિભાગે દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું

વાંસદા તાલુકાના ઉનાઇ-ચરવી ગામે ગામીત ફળિયામાં દીપડાએ બકરાનો શિકાર કરવા આવેલો દીપડો ઘરના લોકો જાગી જતા ખેતરાડીમાં પલાયન થઈ ગયો હતો. દીપડાને લઈ ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાઈના ચરવી ગામમાં મોટા ભાગના ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.

ઘણાં સમયથી ચરવી તેમજ આસપાસના વિસ્તારમાં દીપડાની સૂચક હાજરી જોવા મળી રહી છે. લગભગ વર્ષ અગાઉ ચરવી ગામે સાંજના સમયે દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. જોકે સદનસીબે બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના ગ્રામજનો માંડ માંડ ભૂલ્યા હતા ત્યાં ફરી એકવાર ઉનાઈ/ચરવી ગામે ગામીત ફળિયામાં રહેતા શાંતિબેન ગામીતના ઘરના કોઢારમાંથી મળસ્કે ચાર વાગ્યાના આસપાસ દીપડાએ પાલતુ બકરા પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વાંસદા વન વિભાગે દીપડાને પકડવા પાંજરુ ગોઠવ્યું હતું. ઉલ્લેખનીય છેકે ઘણા સમયથી ઉનાઈ પંથકના ગામો ચરવી,બરતાડ, સિંણધઈ જેવા ગામોમાં દીપડા અવારનવાર પાલતુ પશુઓ પર હુમલા કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે.

લેખિત ફરિયાદ મળતા સ્થળ નિરીક્ષણ કરી..
ચરવી ગામે પાલતુ પશુનો શિકાર થયો હોવાની લેખિત ફરિયાદ શાંતિબેન ગામીત તરફથી મળી હતી. જેને લઈ સ્થળ નિરીક્ષણ કરી ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ચોક્કસ જગ્યાએ પાંજરું ગોઠવવામાં આવ્યું છે. - ચંદ્રકાન્તભાઈ, ફોરેસ્ટર, વાંસદા વનવિભાગ

અન્ય સમાચારો પણ છે...