તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહીવટીતંત્ર નિષ્ફળ:જૂજડેમથી જૂજ દૂર માનકુનિયાના 15 પરિવારના પાણી માટે વલખાં

વાંસદા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટીતંત્ર અને રાજકારણીઓએ વર્ષો સુધી પાણી માટે માત્ર વચનો આપ્યાં પણ નક્કર પરિણામ આપવામાં નિષ્ફળ
  • પશુઓ માટે પણ પોતાના કામ ધંધા છોડીને ફળિયાથી દૂર આવેલ ખાનગી મકાન માલીકને ત્યાંથી હાથ લારીમાં પાણી લાવવું પડે છે

વાંસદા તાલુકાના માનકુનિયા બના ફળીયામાં રેહતા 15 આદિમજૂથના પરિવારો પીવા અને પશુઓને પીવડાવવા માટે પાણીની સમસ્યાનો વર્ષો વીતી ગયા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા પાણી માટે વલખા મારી રહ્યાં છે. વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણી માટે નક્કર પરિણામની માંગ કરતા સ્થાનિકો તંત્ર બેફિકર અને આદિમજૂથના લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

વાંસદા તાલુકાના બોર્ડર વિલેજના ગામોમાં માર્ચ પછી પીવાના પાણી હોય કે પછી પિયત માટે હોય અને ઢોરઢાંકરને પીવડાવવા માટે પાણીની સમસ્યા વર્ષોથી ઉતપન્ન થાય છે. તેવામાં માનકુનિયા ગામના બના ફળીયા આદિમજૂથના 15 પરિવારો આ વિસ્તારમાં વસવાટ કરે છે. પેટયું રળવા માટે રોજગારી કરવા દૂર સુધી જવું પડે છે. ઘરમાં રહેલા લોકો પાણી ભરવા માટે ખાસ ઘરે રોકાય છે. આ તમામ આદિમજૂથ પરિવારો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી નથી. આ વિસ્તારમાં ઘર-ઘર નલ યોજના માત્ર કાગળ ઉપર છે.

સ્થાનિક લોકો સાથે ઘણીવાર રજુઆત કર્યા બાદ વર્ષો વીતી ગયા છતા પણ પીવાના પાણી કે ઢોર ઢાંકરને પીવડાવવા માટે પાણી કોઈ વ્યવસ્થા નથી. અમુક પરિવારો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે, પણ પશુઓને પીવડાવવા માટે કામ ધંધા છોડીને ફળીયાથી દુર આવેલ ખાનગી મકાન માલીકને ત્યાંથી પશુઓ માટે હાથ લારીમાં પાણી લાવવું પડે છે. ઘણી વાર લાઈટ નહિ હોય તો બે ત્રણ દિવસ સુધી પશુઓ પાણી પીવડાવવા માટે મળતું નથી. આવતો જેને લઈ પશુપાલન વ્યવસાય પણ અમારા થી થતો નથી અને આવક ગુવાવવાનો વારો આવે છે.

માત્ર ત્રણ કિલોમીટર દુરી ઉપર આવેલ જૂજડેમ માંથી આ વિસ્તારમાં પાઇપ લાઈન કરી કાયમી પાણીની સમસ્યાનો નિકાલ લાવી શકાય છે. જો નર્મદાના નીર કચ્છ સુધી સરકાર પહોંચાડી શકતી હોય તો માત્ર ત્રણ કિલોમીટર દૂર જૂજડેમ માંથી આ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે સરકારને કોણ રોકી રહ્યું છે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાણી માટે વલખા મારતા આ લોકો માટે કાયમી નક્કર વ્યવસ્થા કરી આદિમજૂથના પરિવારોની હાલાકી દૂર કરાય તેવી માંગ ઉઠી છે.

પાણી માટે મજૂરી પણ છોડવી પડે છે
માનકુનિયા આદિમજૂથ પરિવારો માટે પીવાના પાણીની સમસ્યા માટે અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરાતી નથી. આ પરિવારો પાણી માટે મજૂરી કામે જતા નથી. સરકાર વહેલી તકે આયોજન કરી પાણીની સમસ્યા દૂર કરે. > પરશુભાઈ બિરારી, તાલુકા પંચાયત સભ્ય, વાંસદા

પશુપાલન વ્યવસાય મુશ્કેલીમાં
માનકુનિયા ગામના બના ફળીયાના આદિમજૂથ પરિવારો પાણીની સમસ્યાને લઈ પશુપાલન થકી આવક ગુમાવી રહ્યા છે. પાણીની વ્યવસ્થા હોય તો પરિવારનું ગુજરાન ચલાવી શકે. કાયમી નિરાકરણ લાવી લોકોને પડતી હાલાકી દૂર કરવી જોઇએ.
> જ્યંતીભાઈ બિરારી, ગામ અગ્રણી

માર્ચ મહિનાથી પાણીની સમસ્યા
માર્ચ મહિનો શરૂ થતાની સાથે પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે અને પાણીની સમસ્યાને લઈ અમે રોજગારી માટે જઈ શકતા નથી. પશુઓ માટે પાણી પણ બહારથી લાવવું પડે છે. વર્ષોથી અધિકારીઓ આવીને કહી જાય પણ નિરાકરણ આવતું નથી. > રમીબેન સોનુભાઈ પવાર, માનકુનિયા બના ફળિયું, વાંસદા

અન્ય સમાચારો પણ છે...