કાર્યવાહી:કિલાદ નેશનલ પાર્ક પાસેથી દારૂ ભરેલી પીકઅપ ઝડપાઇ

વાંસદા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવર-ક્લિનરની અટક કરી,2 ફરાર થયા

વાંસદા પોલીસે બાતમીને પગલે નાની વઘઈ નેશનલ પાર્ક કિલાદ પાસેથી બંધ બોડીનો પીકઅપ ટેમ્પોમાંથી રૂ. 1,79,000નો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક અને ક્લીનરની અટક કરી 4.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વાંસદા ઇનચાર્જ સિનિયર પીએસઆઇ એ.એન.ચૌધરી સ્ટાફના નિલેશભાઈ, સુનિલભાઈ, નીતિનભાઈ, સંદીપભાઈ સહિતના કર્મીઓ પોલીસ મથકે હાજર હતા. દરમિયાન જયંતિભાઈને બાતમી મળી હતી કે સાપુતારા-વઘઈ તરફથી સફેદ કલરનો બંધ બોડીનો પીકઅપ ટેમ્પો (નં. જીજે-05-BU-8413)માં દારૂનો જથ્થો લઈ ચાલક નીકળવાનો છે.

બાતમીને પગલે પોલીસે નાની વઘઈ કિલાદ નેશનલ પાર્ક પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો પીકઅપ આવતા પોલીસે ઊભો રખાવી તપાસ કરતા દારૂની નાની મોટી 946 બોટલ કિંમત રૂ. 1.79 લાખ કબજે કરી હતી. પોલીસે ચાલક મોહમદ રઈશ ઉર્ફ પપ્પુ મોહમદ વહીદુલ્લા પઠાણ (રહે. સુરત) અને ક્લીનર અરબાઝ ઉર્ફ મુન્ના ઇસ્માઇલ મન્સૂરી (રહે. સુરત)ની અટક કરી હતી.

પોલીસે દારૂ સહિત મોબાઈલ, પીકઅપ ટેમ્પો કિંમત રૂ. 2.50 લાખ મળી રૂ. 4.33 લાખનો મુદ્દામાલ કબજે કરી માલ ભરાવનાર લક્કીભાઈ અને માલ લેનાર રોકી ઉર્ફે પપ્પુ (રહે ડિંડોલી, સુરત)ને ફરાર જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...