તપાસ:વાંસદામાં નવાનગરના આધેડની બાઇક સ્લીપ થતા ઇજાથી મૃત્યુ

વાંસદા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ કચ્છ ખાતે સર્વેયરની નોકરી કરતા હતા

વાંસદા તાલુકાના નવાનગર ખાતે રહેતા અને ગાંધીધામમાં સર્વેયરની નોકરી કરતા એક આધેડ વાંસદાથી નવાનગર જઈ રહ્યા હતા. ત્યારે વાસિયા તળાવ ગામે તેમની બાઇક સ્લીપ થતા તેમનું મોત થયું હતું. વાંસદા તાલુકાના નવાનગર ગામે ઉપલા ફળિયામાં રહેતા મગનભાઈ લાખનભાઈ ચવધરી ઉંમર વર્ષ 56 જેઓ ગાંધીધામ કચ્છ ખાતે સીટી સર્વેમાં સર્વેયરની નોકરી કરતા હતા. તેઓ હાલે રજા મૂકી ગામ આવ્યા હતા અને શુક્રવારે સવારે તેઓ તેમના સાસરે વાંસદાથી તેમના ગામ નવાનગર જવા સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે 21 બી પી 9019 પર નીકળ્યા હતા.

તે દરમિયાન તેઓ વાસિયા તળાવ ગામની હદના વળાંકમાં જમાદાર ફળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે બાઈક પર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગઈ હતી જેમાં તેઓ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મોત અંગે વાંસદા પોલીસ મથકે મરનાર મગનભાઈ ચવધરીના પુત્ર નીરવ ચૌધરીએ ગુનો નોંધાવતા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...