108 દેવદૂત બનીને આવી:વાંસદામાં 108ની મહેનત રંગ લાવી, નિરપણ ગામના 7 વર્ષીય બાળકને સર્પદંશથી બચાવાયો

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિરપણથી સારવાર માટે લવાયેલ બાળક. - Divya Bhaskar
નિરપણથી સારવાર માટે લવાયેલ બાળક.
  • બાળક આંગણામાં રમતું હતું ત્યારે સાપે ડંખ માર્યો, 35 કિ.મી.દૂરથી સારવાર માટે ખસેડાયો

વાંસદા તાલુકાથી 35 કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ વિસ્તાર નિરપણ ગામના 7 વર્ષીય બાળક પ્રિતેશ છનિયાભાઇ થોરાટ ઘરના આંગણામાં રમતો હતો. દરમિયાન તેને પગમાં કંઈક કરડી ગયું હતું. એજ દરમિયાન ઘરના આંગણામાં ફરતા બે મરઘા મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘરના સભ્યો શોધખોળ કરતા ઝેરી નાગ મળી આવ્યો હતો. પ્રિતેશને ઝેરી સાપે ડંખ માર્યાની જાણ પરિવારને થતા તાત્કાલિક 108નો સંપર્ક કર્યો હતો. તાત્કાલિક 108 ઘટનાસ્થળે પહોંચી પ્રિતેશને વાંસદાના રાણી ફળિયા શ્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રિતેશને તાત્કાલિક સારવાર મળતા જીવ બચી ગયો હતો.

વાંસદાના નિરપણ ગામે 7 વર્ષીય બાળક પ્રિતેશ છનિયાભાઈ થોરાટને આંગણામાં રમતી વેળા ઝેરી સાપે ડંખ માર્યાની જાણ પરિવારને થઈ હતી. પરિવારે 108નો સંપર્ક કરતા તુરંત 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108માં પ્રિતેશને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા 10 કિલોમીટર પહેલા પ્રિતેશનુ બોલવાનું બંધ થઈ ગયું હતું. હોસ્પિટલમાં ડો. લોચન શાસ્ત્રીએ તપાસ કરતા પ્રિતેશનું હૃદય ધીમી ગતિએ ધબકતું હતું. ઇમરજન્સી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી જરૂરી સારવાર આપી સર્પદંશ વિરોધી રસીના 10 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

પ્રિતેશને 14 કલાક વેન્ટીલેટર સપોર્ટ અને આઈસીયુમાં સારવાર આપ્યા બાદ તે ભાનમાં આવતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. હાલ બાળક ભયમુક્ત છે અને ભાનમાં છે. આમ 108એ સમયસૂચકતાથી ઝડપથી દર્દીને ટ્રાન્સફર કરતાં બાળકનો જીવ બચી ગયો છે. ડો. લોચન શાસ્ત્રીના જણાવ્યા મુજબ પ્રિતેશને પાંચ મિનિટ પણ લેટ લાવવામાં આવ્યો હોત તો તેનો જીવ બચાવી શક્યા ન હોત. સમગ્ર હોસ્પિટલના સ્ટાફ તેમજ પરિવારજનો 108 એમ્બ્યુલન્સની ટીમનો આભાર માન્યો હતો.

અંતરિયાળ િવસ્તારમાં 108ની સેવા વધુ એક વખત જીવાદોરી સમાન બની હોવાનું ફલિત થયું છે. મોતના મુખમાંથી બાળકને બચાવવા 35 િકલોમીટર સુધી 108ની ટીમે ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચવા પ્રયાસ કર્યો હતો અને આખરે તેમની મહેનત રંગ લાવી હતી. બાળકને તાત્કાલિક સારવાર મળતા તેનો જીવ બવ્યો હતો. બાળકના પરિવાર મા 108ની ટીમ દેવદૂત બનીને આવી હોય તેવી લાગણી ઉદભવી હતી.

અન્ય સમાચારો પણ છે...