ફરિયાદ:વાંસદાની યુવતીને બિભત્સ મેસેજ કરનાર બનેવી સામે આખરે એટ્રોસિટીની ફરિયાદ

વાંસદા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાની એક ગામની યુવતીને સુરત રહેતા બનેવીએ તેના સ્ટેટસમાં યુવતીનો ફોટો મુકી બિભત્સ મેસેજ કરતા યુવતીએ તેમના વિરૂદ્ધ એસટીએસસી સેલમાં 4 મહિના પહેલા અરજી કરતા પોલીસે બનેવી વિરૂદ્ધ સોમવારે વાંસદા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.

વાંસદા તાલુકના એક ગામમાં રહેતી 40 વર્ષીય યુવતીનો ફોટો મૂકી બિભત્સ લખી સુરતમાં રહેતા તેના બનેવી બંટી સોપારીવાલાએ મોબાઈલમાં સ્ટેટસમાં નવેમ્બર-21મા મૂક્યું હતું. જે યુવતીએ જોતે તેનો સ્ક્રીન શોટ લીધો હતો. આ બાબતે તેણે થોડા દિવસ બાદ નવસારી એસટીએસસી સેલમાં લેખિત અરજી પુરાવા સાથે આપી હતી.

જેની તપાસ ડીવાયએસપી ફળદુએ હાથ ધરી હતી અને બે દિવસ અગાઉ બંટી સામે ગુનો નોંધવા વાંસદા પોલીસને સૂચના આપતા વાંસદા પોલીસે તેના વિરૂદ્ધ એટ્રોસિટી, આઈટી એક્ટનો ગુનો સોમવારે નોંધાઈ તપાસ હાથ ધરી છે. બંટીએ અગાઉ પણ યુવતીના ઘરે જઈ તેની ગાડી ગેટ સાથે અથડાવી ધમાલ કરી હતી ત્યારે પણ તેના વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...