તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બીલમોડા ચેકપોસ્ટથી 9.74 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝબ્બે

વાંસદા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે મુદ્દામાલ કબજે લીધો, ટેમ્પો ચાલક ફરાર

વાંસદા પોલીસે વાંસદા તાલુકાના બીલમોડા ચેકપોસ્ટ પરથી મહારાષ્ટ્ર તરફથી આવતા આઇસર ટેમ્પોમાં ચેકિંગ કરતા રૂ. 9,74,400ના દારૂ સહિત રૂ. 16,75,360નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે ચાલકને ફરાર જાહેર કર્યો હતો. વાંસદા પીએસઆઇ વીરેન્દ્રસિંહ વાઘેલાએ જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાય અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.રાણાની સૂચના હેઠળ તમામ ચેકપોસ્ટ ઉપર પ્રોહિબિશન ગુના અટકાવવા પોલીસ તૈનાત કરી હતી.

એ દરમિયાન આંતરરાજ્ય ચેકપોસ્ટ બીલમોડા પાસે પો.કો. જીજ્ઞેશ ગામીત અને હોમગાર્ડ જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આઇસર ટેમ્પો (નં. એમએચ-48-બીએમ-4368 આવતા તેને ઉભી રાખી તપાસ હાથ ધરી હતી. પોલીસને ટેમ્પોમાં ફ્રૂટ ભરવાના કાગળના ખાલી બોક્સની પાછળ ઈંગ્લીશ દારૂ નજરે પડતા ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઇ ગયો હતો.

પોલીસે તપાસ કરતા ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 6828 બોટલ કિંમત રૂ. 9,74,400 મળી આવી હતી. પોલીસે દારૂ સહિત ટેમ્પો કિંમત રૂ. 7 લાખ મળી રૂ. 16,75,360નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી સિનિયર પીએસઆઇ વીરેન્દ્રસિંહ વાઘેલા તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો