અનોખો વિક્રમ:17 કલાક 14 મિનિટમાં 93.08 કિ.મી. ચાલી એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યુ

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ ચીખલીના વતની અને હાલ બારડોલીમાં રહેતા બાબુભાઈ દેસાઈનો અનોખો વિક્રમ

ચીખલી તાલુકાના અગાસીના વતની અને હાલ બારડોલીમાં રહેતા બાબુભાઇ દેસાઇએ એક દિવસમાં 17 કલાક 14 મિનિટમાં 93.08 કિલોમીટર ચાલીને એશિયા બુક ઓફ રેકોર્ડ હાંસિલ કર્યો હતો. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અગાસીના વતની અને હાલ રહે બારડોલીના બાબુભાઈ મણીલાલ દેસાઈએ એક દિવસમાં પગે ચાલીને વધારેમાં વધારે કિલોમીટર કાપવાનો એશિયા બુક ઓફ રેકોર્ડ પોતાના નામે નવો હાંસલ કર્યો હતો.

બાબુભાઈએ દેસાઈએ 1લી જાન્યુઆરી 2023ના રોજ રાત્રે 9.58 કલાકે ગોવિંદાસરામ મંદિર બારડોલીથી ચાલવાની શરૂઆત કરી વાયા વાલોડ, બુહારી, ડોલવણ, ઉનાઈ, ભીનાર, વાંસદા, હનુમાનબારી સર્કલ થઈ વઘઇ આરટીઓ સર્કલ થઈ વઘઇ-સાપુતારા રોડ, નાનપાડા દૂધ ડેરી પાસે 2 જાન્યુઆરી રોજ રાત્રે 21.06 કલાકે 239373 સ્ટેપ ચાલી 93.08 કિલોમીટરનું અંતર કાપી નવો રેકોર્ડ પોતાના નામે કરી એશિયા બુક ઓફ રેકોર્ડ હાંસિલ કર્યો હતો.

પહેલા જૂનો રેકોર્ડ 87.57 કિ.મી 20 કલાક 55 મિનિટ (વિવેક ડાહ્યા)ના નામે હતો, જે બાબુભાઈ મણિલાલ દેસાઈ 17 કલાક 14 મિનિટમાં 93.08 કિ.મી. ચાલીને બ્રેક કર્યો હતો અને પોતાના નામે નવો રેકોર્ડ અંકિત કર્યો હતો. તેમણે મૂળ આદિવાસી એરિયાનું ઊંડાણનું ગામ અગાસી, ચીખલી તાલુકા, નવસારી જિલ્લા સાથે ગુજરાત રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...