તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જૂજ ડેમમાં 80 ટકા પાણીની આવક, નિચાણવાળા 23 ગામને એલર્ટ કરાયા, 167.50 મીટર પાણી ભરાતા ઓવરફ્લો થાય છે

વાંસદા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના ખેડૂતોના જીવાદોરી સમાન જૂજ ડેમમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદને લઈ પાણીની આવક થતા ડેમમાં 80 ટકા 167.50 મીટરના ઓવરફ્લો લેવલ સામે 165.30 મીટર પાણી ભરાતા વાંસદા, ચીખલી, ગણદેવી તાલુકાના નિચાણવાળા 23 ગામને એલર્ટ કરાયા છે. વાંસદા તાલુકાના ખેડૂતોના જીવાદોરી સમાન જૂજ ડેમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણને લઈ ડેમમાં પાણીની આવક થઈ હતી. પાણીની આવક વધતા 80 ટકા ડેમ ભરાયો હતો.

167.50 મીટરના ઓવરફ્લો લેવલ સામે 165.30 મીટર પાણી ભરાતા વહીવટીતંત્રએ વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકાના 23 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં નહીં જવા સૂચના આપી હતી. નિચાણવાળા વિસ્તારના જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયાતળાવ, વાંસદા, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાંપલધરા, રાજપુર, પ્રતાપનગર, અને ચીખલી તાલુકા દોણજા, હરણગામ, ચીખલી, ખૂંધ, ઘેકટી, ગણદેવી તાલુકાના ઉડાચ લુહાર ફળિયા, વાણિયા ફળિયા, ગોંયદી, ખાપરવાડા અને દેસરા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જૂજ ડેમમાં 80 ટકા પાણી ભરાય ત્યારે એલર્ટ કરવામાં આવે છે અને 90 ટકા ભરાય ત્યારે હાઇ એલર્ટ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે કેલીયા ડેમ 113.40 મીટરથી ઓવરફ્લો થાય છે જ્યારે તેમાં 110.90 મીટર પાણી સ્ટોરેજ થયું છે. જો વરસાદ ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં બન્ને ડેમ ઓવરફ્લો થાય તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...