વાંસદા તાલુકાના ગામોની પીવાના પાણી તથા સિંચાઇની સગવડ માટે બે ડેમો બનાવાયા છે. જેમાં એક જુજ ડેમ અને બીજો કેલીયા ડેમ છે. કેલીયા ડેમ વાંસદા તાલુકાના 22 અને ચીખલી તાલુકાના 7 ગામો એમ કુલ 29 ગામો માટેનો કેલીયા ગામે આવેલ કેલીયા ડેમમાં 5 જુનના રોજ 7.5 ટકા પાણીનો હજુ જથ્થો છે.
આ આમ તો તાજેતરના વર્ષોમાં પૂરતા સ્ટોરેજને લઈ ખાસ તકલીફ પડી નથી પણ 2015-16 ના વર્ષમાં ડેમમાં ઓછું પાણીને લઈ સિંચાઈમાં થોડી તકલીફ પડી હતી. ચાલુ સાલ જો વરસાદ વધુ લંબાઈ તો સિંચાઈ માટે તકલીફ પડી શકે પણ પીવાના પાણી માટે ઢોરઢાંખર સહિતનાને તકલીફ નહિ પડે .
અહીં ઉલ્લેખનીય છે કે, કેલીયા ડેમની ઓવર ફ્લો સપાટી 113.40 મીટર છે. ડેમનો લાઇવ સ્ટોરેજ 0.75/ 19.23 એમસીએમ છે. ડેડ સ્ટોરેજ 0.75 એમસીએમ જ્યારે ગ્રોસ સ્ટોરેજ 1.50/19.98 એમસીએમ છે.
સિંચાઇનું રોટેશન આપી દેવાયું
કેલીયા ડેમ માંથી હાલમાં આંદાજીત ચીખલી તથા વાંસદાના 29 ગામોના લોકોને પીવા માટે પાણી ઉપલબ્ધ છે. સિંચાઇ માટે રોટેશન મુજબ ખેડૂતોને પાણી આપી દેવાયું છે. - વિમલ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, કેલીયા ડેમ, વાંસદા
ખેતી માટે પાણી મળી રહે છે
હાલમાં પીવાનો પાણી મળી રહ્યું છે. સિંચાઇ માટે રોટેશન પ્રમાણે પાણી મળી ગયું હતું. કેલીયા અને જૂજ ડેમ તાલુકામાં છે એટેલે ખેતી માટે પાણી મળી રહે છે. સિંચાઇમાં પણ નિયત સમય મલવાથી હાલાકી પડતી નથી. પાણીને લઈ ખેતીમાં આવક મળી રહે છે. - દિલીપભાઈ પટેલ, લીમઝર તા.વાંસદા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.