વાંસદાના એક ગામમાં માતા પોતાની માનસિક અસ્વસ્થ દિકરીને નજીકમાં જ આવેલ દુકાનમાં કરિયાણું લેવા જતાં દિકરીની એકલતાનો લાભ લઇ વૃદ્ધે દુષ્કર્મ કરતાં માતાએ વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વાંસદાના એક ગામમાં માનસિક બિમાર 26 વર્ષીય યુવતીને ઘરે એકલી મૂકી ઘર માટે નજીકના ગામે અનાજ કરિયાણાનો સામાન લેવા માતા ગઇ હતી. સામાન લઈને માતા પરત ફરતા ઘરના દરવાજા ખુલ્લા જોયા હતા. તેઓ માનસિક બિમાર પુત્રીને જોવા જતા નજીકમાં રહેતા 70 વર્ષીય છોટુભાઈ પટેલ પુત્રી જોડે દુષ્કર્મ કરતા નજરે પડ્યો હતો. તેણીએ વૃદ્ધનો હાથ પકડીને ખેંચી કાઢ્યો હતો. જેને પગલે વૃદ્ધે હવે પછી એવું કૃત્ય નહીં કરીશ, વાત કોઈને કહેતા નહીં એમ કહીં માફી માંગી હતી અને પોતાના કપડા સરખા કરી પાછલા બારણેથી ભાગી ગયો હતો.
આ વાતની જાણ ગામના સરપંચ અને ફળિયાના આગેવાનને કરી હતી. માતાએ પુત્રી માનસિક બિમાર હોવાની જાણ હોવા છતાં વૃદ્ધે માતાની ગેરહાજરીમાં છોકરી જોડે દુષ્કર્મ કરતા માતાએ હવસખોરને પાઠ ભણાવવા વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાંસદા પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલાએ હવસખોરને પકડવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.