ક્રાઇમ:ઘોડમાળ રાયોટીંગ કેસમાં 7 શખસને ઝડપી લેવાયા

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટવેરાને સાઇકલ અડી જતા મારામારી થઇ હતી

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના ઉપલા ફળિયામાં રહેતા પૂનક ગમનભાઈ ચવધરીએ 4 દિવસ પહેલા હર્ષ હિતેશભાઈ ભગરિયાની સાઇકલ સાથે ટવેરા અથડાવી હર્ષને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી હર્ષના પિતા હિતેશ ઉર્ફે હેમંતભાઈ ભગરિયા ખેતર પાસે ઉભા હતા ત્યારે પૂનક ચવધરી બાઈક લઈને જતા તેને રોકી મારા છોકરાને કેમ ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી તેવું પૂછતાં પુનકે ફળિયામાં રહેતા જીવણભાઈ મંગુભાઇ ચવધરી અને અન્ય શખસોએ લાકડાથી માર માર્યા હતા. હિતેશભાઈએ બુમાબુમ કરતા છોડાવવા આવેલા અન્ય શખસોને પણ માર માર્યો હતા અને ઘરના પતરા અને દરવાજાને નુકસાન પહોંચાડ્યું હતું. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ પ્રકરણમાં વાંસદા પોલીસને હિતેશ ભગરિયાએ હોસ્પિટલમાં બોલાવી ફરિયાદ નોંધાવતા પોલીસે પૂનક ચવધરી અને તેના સાથીદારો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી ગમન મંગુભાઇ ચવધરી, સુમનભાઈ છનાભાઈ ચવધરી, રાયસિંગ મંગુભાઇ ચવધરી, શિવલુ બુદ્ધિયાભાઈ ગાયકવાડ, સતીશ સુમનભાઈ ચવધરી, છનાભાઈ મંગુભાઇ ચવધરી, બિપીન શિવલુભાઈ ગાયકવાડ અને જયેશ છગનભાઇ ગાઇન (તમામ રહે. ઘોડમાળ)ની અટક કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...