86 લોકોનું સ્થળાંતર:વાંસદામાં 10 કલાકમાં 5 ઇંચ વરસાદ

વાંસદા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકામાં છેલ્લા 6 દિવસથી મેઘમહેર થતા સમગ્ર તાલુકાના નદી-નાળા, કોતરમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઉપરવાસમાં અને તાલુકામાં ભારે વરસાદ ખાબકતા જૂજ અને કેલીયા ડેમમાં પાણી વધતા વહીવટી તંત્રએ હાઈ એલર્ટ કરતાં જૂજ ડેમના હેઠવાસમાં આવતા વાંસદાના ચંપાવાડી વિસ્તારમાં નદીના નજીકના ઘરોમાં રહેતા 46 જેટલા લોકોને સલામતી માટે ગ્રામ પંચાયતના ટાઉન હોલમાં સ્થળાંતર કરાયા હતા. ગામોમાં નદી નજીક રહેતા 40 લોકોને ગામની પ્રાથમિક શાળાઓમાં આશરો આપવામાં આવ્યો છે. આમ વાંસદા તાલુકાના 86 લોકોને સલામતી માટે સ્થળાંતર કરાવામા આવ્યું હતું.

મંગળવારના રોજ સવારે 6 કલાકે શરૂ થયેલો વરસાદ 10 કલાકમાં 113 મિ.મી. (5 ઇંચ) વરસાદ ખાબક્યો હતો. જેને લીધે મોટાભાગના રસ્તા પર પાણી ફરી વળતા કલાકો સુધી બંધ રહ્યાં હતા. જેને પગલે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાંસદા મામલતદાર મનસુખભાઈ વસાવા અને ફ્લડના નાયબ મામલતદાર પિયુષભાઈએ ચંપાવાડી વિસ્તારના નદી નજીકમાં રહેતા લોકોને સલામત સ્થળે જવા માટે સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...