ગમખ્વાર અકસ્માત:વાંસદા નજીક પીકઅપ પલટી મારતા 27 લોકો હવામાં ફંગોળાયા, લગ્નની પીઠી ચોળી પરત ઘરે જતા હતા

વાંસદા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પલટી ગયેલી પીકઅપ વાન - Divya Bhaskar
પલટી ગયેલી પીકઅપ વાન
  • એક્સલ નીકળી જતા પીકઅપે પલટી મારી, લોકોની ચીસાચીસથી દોડધામ, 5 ગંભીર

નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના ગોવધદગડ ગામેથી લગ્ન પ્રસંગમાં હલ્દીની રીત પતાવી રગતવીર ગામના લોકો પરત થઇ રહ્યા હતા. ત્યારે વાંસદા નજીકના ગોરસોંડ અને કરજુલના ગામની વચ્ચે પીકઅપ અચાનક પલટી જતા તેમા બેસેલા 27 જણાને ઇજાઓ પહોંચી હતી. શુભ પ્રસંગમાં હાજરી આપી પરત થઇ રહેલા તમામ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ગુજરાત બોર્ડર પર આવેલા વાંસદામાં કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જેમાંથી 5 ની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.પીકઅપમાં એક્સલ નીકળી જતા ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાના રગતવીર ગામના લોકો લગ્ન પ્રસંગમાં હલ્દીની રીત કરવા માટે ગોવધદગડ ગામે સવારે પહોંચ્યા હતા. તમામ વિધિ પતાવી સાંજે 4 કલાકની આસપાસ તેઓ પરત થઇ રહ્યા હતા ત્યારે ગોરસોંડ અને કરજુલના ગામ વચ્ચે પીકઅપ ટેમ્પોનો એક્સલ નીકળી જતા ટેમ્પો પલટી ગયો હતો. અચાનક બનેલી ઘટનાથી પીકઅપમાં બેસેલા તમામ લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી.

નાસિકના સુરગાણા તાલુકાના ગોવધદગડ ગામેથી પીઠીની રસમ પૂરી કરીને પરત ફરી રહેલા રગતવીર ગામના લોકોને વાંસદા પાસેના ગોરસંડ અને કરજુલ ગામ વચ્ચે પીકઅપ પલટી ખાઇ જતાં અકસ્માત નડ્યો હતો.

પીકઅપની અચાનક એક્સલ નીકળી જતા દુર્ઘટના સર્જાઇ હતી
પ્રસંગ પતાવી ગામના લોકો રગતવીર પહોંચવા પીકઅપ લઇ નીકળ્યા હતા. ત્યારે અચાનક જ પીકઅપમાંથી એકસલ નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં ઇજા પામનારા તમામને ગુજરાતની હદમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. > નરસુ સિતે રાઉત, રગતવીર ગામ, સરપંચ,તાલુકો :સુરગાણા

અન્ય સમાચારો પણ છે...