ડેમ ઓવરફલો:જૂજ ડેમ 0.50 સે.મી.થી ઓવરફલો થતા 24 ગામને હાઈએલર્ટ કરાયા, વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકામાં ખુશાલી

વાંસદાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષભરની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ

વાંસદા તાલુકાના ખેડૂતોના જીવાદોરી સમાન કેલીયા ડેમ ઓવરફ્લો થયા બાદ શુક્રવારે સવારે 10 કલાકે જૂજ ડેમમાં પણ પાણીની આવક શરૂ રહેતા જૂજ ડેમ પણ 0.50 સે.મી.થી ઓવરફલો થયો હતો. જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ સાથે નિચાણવાળા વિસ્તારના 24 ગામને એલર્ટ કરી સાવચેતીના ભાગરૂપે નદીના પટમાં ન જવા સૂચના આપી હતી.

જૂજ ડેમ ઓવરફલો થતા વર્ષભરની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ હતી
વાંસદા તાલુકાના ખેડૂતો ના જીવાદોરી સમાન કેલીયા ડેમ ઓવરફ્લો થયા બાદ વરસાદ ચાલુ રહેતા શુક્રવારે સવારે 10 કલાકે જૂજડેમ પણ 0.50 સે.મી.થી ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. જૂજ ડેમ ઓવરફલો થતા વર્ષભરની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ હતી. જૂજ ડેમમાં પાણીની આવક વધી ઓવરફ્લો થતા નિચાણવાળા વિસ્તારના 24 ગામને હાઈએલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં વાંસદા તાલુકાના જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયા તળાવ, નાની વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, મોટી વાલઝર, પ્રતાપનગર, ચીખલી તાલુકાના દોલધા, હરણગામ, ચીખલી, ખૂંધ, ઘેકટી, ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયા, વાણિયા ફળિયા, ગોયંદી, ખાપરવાડા, દેસરાને હાઇએલર્ટ કરી નિચાણવાળા વિસ્તારને સાવચેતીના ભાગરૂપે નદીના પટમાં ન જવા સૂચના આપવામા આવી છે.

નવા નીરના નાળિયેર વધેરી વધામણાં

વાંસદા તાલુકાના ખેડૂતોના જીવાદોરી સમાન જૂજડેમ શુક્રવારે સવારે 10 કલાકે ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ડેમ ઓવરફ્લો થતાં જ વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ ગામીત, સરપંચ ભાયકુભાઈ, તાલુકા પંચાયત સદસ્ય કિરણભાઈ, ખડકીયા ગામના સરપંચ હરીશભાઈ, હોલીપાડા સરપંચ રાજુભાઇ, સીતાપુરના સરપંચ સંજયભાઈ, કાર્યાલય મંત્રી ઉમેશભાઈ, માજી સરપંચ રાણીફળિયા, બાબુભાઈ પટેલ, આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ ભગુભાઈ પટેલ સહિતના આગેવાનો એ જૂજડેમમાં આવેલા નવા નીરને પુષ્પગુચ્છ ચઢાવી નાળિયેર વધેરી વધામણાં કર્યા હતા.

ખેડૂતોને આખુ વર્ષ સિંચાઈ-પીવાનું પાણી મળશે
વાંસદા તાલુકાનો જૂજ ડેમ શુક્રવારે સવારે 10 કલાકે 0.50 સે.મી.થી ઓવરફલો થયો હતો. ખેડૂતોને વર્ષ સુધી સિંચાઈ તથા પીવાનું પાણી મળી રહેશે. - આર.આર.ગાવિત, નાયબ કાર્યપાલક એન્જિનિયર, વાંસદા

અન્ય સમાચારો પણ છે...