અકસ્માત:મીંઢાબારી ગામ પાસે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2 ના મોત

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીક્ષા ચાલક અને બાઇક ચાલકનું મૃત્યુ, કેટલાકને નાની મોટી ઇજા થઇ

વાંસદા-ધરમપુર રોડ ઉપર આવેલા મીંઢાબારી ગામ નજીક પુલ ઉપરથી ઊતરતી એક રિક્ષા ચાલક અને બાઈક વચ્ચે અકસ્માત થતાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું અને બાઈક ચાલકને વલસાડ રીફર કરતા સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા અને બાઈક ઉપર સવાર અન્ય લોકોના નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ છે.

વાંસદા-ધરમપુર નેશનલ હાઇવે ઉપર આવેલા મીંઢાબારી ગામ નજીક ટેકરા ઉતરતા રીક્ષા નં. ડી.ડી.01.એફ.9611 નો ચાલક રાજુભાઈ શશિભાઈ ખારવા ઉ. વ.20 રહે. ચંપાવાડી, વાંસદાએ માતા ઉષાબેન શશિભાઇ તથા કાંતિલાલ, ઈશ્વરભાઈ દેવી પૂજક તથા ગૌરીબેન દેવી પૂજક, લક્ષ્મણભાઈ, નટુભાઈ દેવીપૂજક, કલ્પેશ દેવીપૂજક, વૈભવ દેવીપૂજક, બાળીબેન દેવીપૂજક તથા અન્ય માણસો સાથે સામાજિક કામ અર્થે વલસાડ તરફ જવા નિકળેલા હતા એ દરમિયાન સવા બારેક વાગ્યાના અરસામાં સામેથી એક બાઈક નં. જી.જે.15.ડી.બી.506 નો ચાલક રમેશભાઈ દશરથભાઈ ગાવિત રહે. જવાડ, સુતારપાડા તા.કપરાડા એક મહિલા અને છોકરી સાથે આવી બાઈક રીક્ષા સાથે અથડાતા રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતા બાઈક ચાલક અને મહિલાને ઈજાઓ થતા 108 એમ્બુલન્સમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં લાવ્યા હતા.

સારવાર દરમિયાન વધુ સારવાર માટે વલસાડ રિફ્રર કરતા બાઈક ચાલકનો રમેશ દશરથનું વલસાડ સિવિલમાં મોત નિપજ્યું હતું અને મહિલા તથા છોકરીને ઇજાઓ થતા વલસાડ રિફર કરાયા હતા. રીક્ષા રોડ ઉપરથી ઉતરી જતાં પલટી મારતા રાજુભાઈ શશીકાંત ખારવાને માથાના ભાગે અને જમણા પગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. રીક્ષામાં સવાર બાલીબેન તથા ગૌરીબેન, નાની મોટી ઈજાઓ થતા કોટેઝ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેની ફરિયાદ કાંતિલાલ મધુભાઈ દેવીપૂજક રહે. વાંસદા ચંપાવાડીએ વાંસદા પોલીસ મથકે રીક્ષા ચાલક વિરૂધ્ધ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મરનારનાનો પી.એમ.કરાવી આગળની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...