તપાસ:રવાણિયા પાસે ઉભેલી ટ્રકમાં બાઇક ઘૂસી જતાં 2 ના મોત

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકની સાઇડ લાઇટ કે સિગ્નલ ચાલુ ન હતો

વાંસદા-ધરમપુર રોડ પર આવેલા રવાણિયા ગામના પટ્રોલપંપ પાસે સવારે એક ટ્રક બંધ હાલતમાં ઉભી હતી. આ ટ્રકની લાઈટ કે સાઈડ સિગ્નલ ચાલુ નહીં હોવાથી તે નજરે નહીં પડતાં પાછળ બાઈક અથડાતા બાઈકચચાલક સહિત બેના મોત નિપજ્યાં હતા.

વાંસદા-ધરમપુર રોડ ઉપર રવાણિયા ગામના પાસે ટ્રક (નં. એમએચ-12-ઈએફ-2535) હર્ષ પેટ્રોલપંપ પાસે ઉભી રહેલી હતી. દરમિયાન ઘોડમાળમાં રહેતા પ્રવિણ ઝીણાભાઈ દરવડા (ઉ.વ. 35) અને સુનિલ જશુભાઈ દરવડા (ઉ.વ. 29) બાઈક (નં. જીજે-21-બીઆર-5421) ઉપર તલાવચોરા ગામેથી નીકળી ઘરે જઈ રહ્યા હતા.

એ દરમિયાન રવાણિયામાં પેટ્રોલપંપ નજીક લાઈટ કે સિગ્નલ લાઈટ તેમજ આડાશ વગરે ઉભી રહેલી ટ્રકમાં તેમની બાઈક ઘૂસી જતાં બન્ને જણાં રોડ પર પટકાયા હતા. જેને પગલે બન્નેને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ બનાવની સુરેશ માલુભાઈ હાડ (રહે. માંડવખડક)એ વાંસદા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...