તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંસદા નિર્માણ રોડ ઉપર આવેલ સુંદરબા પાર્કમાં રેહતા કાંતિલાલ મેઘજી પ્રજાપતિ હાલ નવતાંડ નિશાળ ફળિયામાં ઇટના ભઠ્ઠા પર ઇંટ પાડવાનો ધંધો હોવાથી ત્યાંજ રેહતા હતા. કોઈક વાર દિવસે અભ્યાસ માટે છોકરાઓ ઘરે આવતા જતા રહેતા હતા. ગત તા. 16ના રોજ બાજુમાં રેહતા કિરણભાઈ બહાર નીકળી બાઈક પર બેસતા હતા ત્યારે કાંતિભાઈના મકાનના દરવાજા ઉપર નજર પડતા દરવાજો ખુલ્લો લાગતા છોકરાઓ હશે. તેમ કરીને બૂમો પાડી હતી અંદરથી અવાજ નહિ આવતાં તેમણે ઇંટના ભઠ્ઠે જઇ જાણ કરતા પરિવાર પોતાના ઘરે આવ્યો હતો.
જ્યાં તપાસ કરતા ઘરનો નકુચો તૂટેલો હતો અને અંદર જઈને જોતા કબાટ ખુલ્લો અને કબાટનો માલ સામાન વેર વિખેર પડ્યું હતું. આ ઘટનાની ખબર પડતાં કાંતિભાઈ અને પત્ની છોકરાઓ સાથે વાંસદા ઘરે આવીને જોતા કબાટમાં મુકેલા રોકડા 5 રૂપિયાના બે બંડલ રૂપિયા 1,000, 10 રૂપિયાના 3 બંડલ રૂપિયા 3000 અને 100 રૂપિયાના 3 બંડલ 30 હજાર કુલ મળી 34 હજાર રૂપિયા રોકડા અને 1.50 લાખની કિંમતના સોનાના ઘરેણાં મળી કુલ 1.84 લાખની મતાની ચોરી થતા વાંસદા પોલીસ મથકે મકાન મલિક કાંતિલાલ મેઘજીભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવીના આધારે વાંસદા પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલા એ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.