યોજના:મોળઆંબામાં વન ધન વિકાસ તાલુકા યોજનાની તાલીમમાં 170 બહેનોએ ભાગ લીધો

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના મોળઆંબા ગામમાં પ્રધાનમંત્રી વન ધન વિકાસ યોજનાની તાલીમ કેન્દ્રનું બહેનો માટે ઉદઘાટન કરતા વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શાંતુભાઇ ગાવિત, તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બિપીન માહલા, તાલુકા પંચાયતના સભ્ય તરૂણભાઈ ગાંવિતે કર્યું હતું. પ્રમુખે જણાવ્યું કે બહેનોએ તાલીમ ખરેખર લેવી જોઈએ અને તેનો ઉપયોગ અને માર્કેટિંગ પણ કરવું જોઈએ. બિપીન માહલાએ કહ્યું કે જુના વન ઔષધમાં કંઈ પણ આવી શકે છે, જેમાં આમળા, ખટમડા બેલા, મહુડા, ગુંજા જેવા વગેરેની તાલીમ લઈ અથાણું ભરી નાના કે મોટા વ્યવસાય પણ કરી શકો છો અને તમારી એમાં બચત થાય છે. તરુણભાઈએ કહ્યું કે કોઈ પણ કામ ઉપાડતા પહેલા 12 વરસ એની પાછળ મહેનત કરવી પડે છે એનો પરિશ્રમ બે ત્રણ વર્ષ પછી જ દેખાય છે. ચોરવણી, મોળઆંબાની 170 બહેનો તાલીમમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...