રોજગારી:વાંસિયા તળાવના 135 શ્રમિકને તળાવ ખોદવાના કામે લગાડાયા

વાંસદા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેરોજગાર શ્રમિકોને રોજગારી મળતા રાહત થઇ

વાંસિયા તળાવના ગ્રામજનોએ મનરેગા ગેરેન્ટેડ યોજનામાં જોબ ધારકોના કામની માંગણી કરી હતી.  ત્યારબાદ વહીવટીતંત્ર હરકતમાં આવી ગામના 135 શ્રમિકોને કામે લગાડતા ખુશીનો માહોલ ફેલાયો છે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામના શ્રમિકોને સામૂહિક મનરેગા યોજનામાં કામ ન મળતા તલાટીને આવેદન અપાયું હતું.

જેમાં મનરેગા યોજનામાં સામૂહિક શ્રમિકો નહીં લઈ ઓછા શ્રમિકોથી તળાવ ખોદવાનું કામ શરૂ કર્યું હતું અને બીજા 135 જેટલા શ્રમિકો જોબ કાર્ડ ધરાવતા ઘરે જ હતા, જેને લઈ રજૂઆત કરી હતી. જેને પગલે વહીવટી તંત્ર હરકતમાં આવી બાકી રહી ગયેલા 135 શ્રમિકોને આજે મંગળવારે તળાવ ખોદવાના કામે લગાડતા લોકોને ઘરબેઠા રોજગારી ઉપલબ્ધ થઈ હતી.જેનાથી અનેક પરિવારે રાહત અનુભવી છે.

લોકડાઉનમાં લોકોને રોજગારી મળતી થઈ

 અમારા ગામના શ્રમિકોને સામૂહિક મનરેગામાં કામ ન મળતા શ્રમિકો સાથે મળીને તલાટી કમ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. આ અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા ગામના લોકોનો મંગળવારથી રોજગારી મળતી થતા અમે દિવ્ય ભાસ્કરનો આભાર વ્યક્ત કરીએે છીએ.  -  મહેશભાઈ પટેલ, માજી સરપંચ, વાંસિયા તળાવ

અન્ય સમાચારો પણ છે...