તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તો બિસ્માર હાલતમાં:108 પણ આવી શકતી નથી, દર્દીને ઝોળીમાં લઇ જવો પડે છે

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આઝાદીના 74 વર્ષ બાદ પણ માનકુનિયાના મેઇન રસ્તાથી આદિમજૂથ ખોરાફળિયાને જોડતો રસ્તો બિસમાર. - Divya Bhaskar
આઝાદીના 74 વર્ષ બાદ પણ માનકુનિયાના મેઇન રસ્તાથી આદિમજૂથ ખોરાફળિયાને જોડતો રસ્તો બિસમાર.
  • આઝાદીના 74મા વર્ષે પણ વાંસદા બોર્ડરના માનકુનિયાના ખોરા ફળિયાનો 3.5 કિમીનો રસ્તો બિસ્માર હાલતમાં
  • આદિમજૂથના 4 મહોલ્લામાં 800ની વસતીવાળા વિસ્તારમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે, આદિવાસી વિસ્તારોની ધરાર અવગણના

વાંસદા તાલુકાના બોર્ડર વિલેજ વિસ્તારમાં આઝાદીના ઘણાં વર્ષો બાદ પણ લોકો ભૌગોલિક સુવિધાથી વંચિત છે. જેમાં માનકુનિયા ગામના મેઈન રસ્તાથી અંદાજિત 3.5 કિલોમીટરનો આદિમજૂથ ખોરા ફળિયાને જોડતો રસ્તો બિસમાર બનતા ખોરા ફળિયા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા છાત્રોને હાલાકી વેઠવી પડે છે.

આ ઉપરાંત બિમાર વ્યક્તિઓને લેવા 108 પણ જઈ શકતી નથી. ખખડધજ રસ્તાને ત્વરિત બનાવવામાં આવે એવી આ વિસ્તારના લોકોની માગ છે. વાંસદા તાલુકાના બોર્ડર વિલેજના ગામોમાં આઝાદીના વર્ષો બાદ પણ વિકાસથી વંચિત છે. ઘણા વિસ્તારોમાં પાણી માટે હાલાકી ભોગવી રહ્યાં છે તો માનકુનિયા ગામના મેઈન રસ્તાથી સ્મશાન ભૂમિ તરફ આદિમજૂથ વિસ્તારના ખોરા ફળિયાને જોડતા રસ્તાનો વિકાસ થયો જ નથી. આ રસ્તો અંદાજિત 3.5 કિલોમીટરનો છે.

આ રસ્તા પર પ્રાથમિક શાળા પણ આવેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી રસ્તો ખખડધજ બનતા શાળામાં આવાગમન કરતા છાત્રો સહિત શિક્ષકો પણ હાલાકી ભોગવી રહ્યાં છે. ચોમાસાની સિઝનમાં કોઇ વ્યક્તિ બિમાર પડી જાય તો આ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી.

વરસાદની સિઝનમાં બિમાર વ્યક્તિને ઝોલી બનાવીને મેઈન રોડ સુધી ઊંચકી લાવવા પડે છે. ઘણીવાર સમયમર્યાદામાં હોસ્પિટલ સુધી નહીં પહોંચવના કારણે લોકો મોતને પણ ભેંટ્યા છે. આ વિસ્તારમાં વહેલી તકે રસ્તો બનાવી આદિમજૂથના પરિવારોને પડતી હાલાકી દૂર કરે એવી લોકોની માંગ છે.

રજૂઆત છતાં વહીવટીતંત્રનું પેટનું પાણી હાલતું નથી
માનકુનિયા મેઈન રસ્તાથી લઈ પ્રાથમિક શાળા સહિત અદિમજૂથને જોડતા રસ્તા માટે વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટીતંત્રનું પેટનું પાણી હાલતું નથી. > પરશુભાઈ એસ.બિરારી, તાલુકા પંચાયત સભ્ય, વાંસદા

ચોમાસામાં દર્દીઓની હાલત કફોડી બને છે
માનકુનિયા ગામના મેઇન રસ્તા પરથી અમારા ખોરા ફળિયામાં વરસાદની સિઝનમાં બિમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ ઘર સુધી આવી શકતી નથી. બિમાર વ્યક્તિને ઝોલી બનાવી મેઈન રોડ સુધી લઈ જવું પડે છે. જેથી વહેલી તકે રસ્તો બનાવી અમને પડતી હાલાકી દૂર કરે એ જરૂરી છે. > શંકર મંગળભાઈ પવાર, સ્થાનિક આદિમજૂથ માનકુનિયા

​​​​​​​પ્રજા સાથે રહી આંદોલન કરવું પડશે
વાંસદા તાલુકાના બોર્ડર વિલેજના ગામોમાં રસ્તા અને પાણી માટે બણગાં ફૂંકતી ભાજપ સરકાર આ બોર્ડર વિલેજના ગામોમાં વિકાસના કામો વહેલી તકે હાથ ધરે નહિ તો અમે પ્રજા સાથે રહી આંદોલન કરવું પડશે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...