તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીંદગી હાફતી રહી:વાંસદા કોટેજ હોસ્પિટલના 104 બેડ ફૂલ, નવા 7 દર્દી આવતા 6 કલાક એમ્બ્યુલન્સમાં રઝળ્યા

વાંસદા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારી જિલ્લામાં પહેલી જ વખત કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે એમ્બ્યુલન્સની કતારો જોવા મળી
 • વાંસદામાં છેલ્લા 6 માસમાં કોરોનાના કુલ કેસ 300, એક્ટિવ કેસ 78, રિકવર 218, જ્યારે સંક્રમણને કારણે તાલુકામાં કુલ 4ના મૃત્યુ

વાંસદા તાલુકાના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતા કોટેજ હોસ્પિટલમાં જગ્યાના અભાવે 6 કલાક સુધી એકસાથે 7 એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી રહેતા દર્દીઓની હાલત કફોડી થઈ હતી. સંક્રમિત દર્દીઓની સારવાર માટે વહીવટીતંત્ર નિષ્ફળ નિવડ્યું હતું. કોટેજમાં નવી બિલ્ડીંગમાં 56 અને જૂની બિલ્ડીંગના 48 મળી 104 બેડ હોવા છતાં તમામ બેડ ફૂલ થઇ ગયા હતા. તેમાંય નવી બિલ્ડીંગના 56 બેડ એક જ દિવસમાં કોરોના દર્દીથી ફૂલ થઇ જતાં અન્ય 43 જેટલા દર્દીઓને જમીન પર પથારી કરી સારવાર કરવાની નોબત આવી હતી. જેને લઇને સારવાર માટે આવતા દર્દીઓની મુશ્કેલી વધી હતી.

વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર છે. છેલ્લા કેટલાક દિવસોથી દરેક ગામોમાં કોરોના સંક્રમણ ફેલાતા ઓક્સિજનના અભાવે અને હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા મૃત્યુના આંક વધી રહ્યા છે. તાલુકાની પ્રાઇવેટ હોસ્પિટલોમાં જગ્યા નહીં હોવાના કારણે લોકોએ કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે આજીજી કરવી પડી રહી છે.

રવિવારે પણ કોટેજમાંથી મળતી માહિતી મુજબ જગ્યા ફૂલ થયા પછી 70 થી 80 દર્દી વેઈટીંગમાં હતા. સોમવારે સવારે ગામડાઓમાંથી 108ને કોલ મળતા સવારે 8 કલાકથી દર્દીઓને લાવતા કોવિડ સેન્ટરમાં જગ્યા નહીં હોવાથી એક પછી એક એમ 7 એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી રહીં હતી. બળબળતા તાપમાં દર્દીઓ એમ્બ્યુલન્સમા હાલાકી ભોગવી રહ્યા હતા. તંત્ર માત્ર દેખાડો કરી રહ્યા છે. એક હજાર લિટરની ઓક્સિજન ટેન્ક મૂકી દીધા પછી ફરીને નહીં જોયું પણ નથી કે દર્દીઓની દશા શું છે ? કોટેજ હોસ્પિટલ દર્દીઓની સંખ્યાથી ઉભરાઈ રહ્યું છે.

લોકોને નીચે સુવડાવીને ઓક્સિજન સહિતની સારવાર આપી રહ્યા છે, પરંતુ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં જગ્યા નહીં હોવાથી રિફર કરાઇ રહ્યા છે. જ્યારે હોસ્પિટલની રિયાલિટી કંઈક અલગ છે. દર્દીઓથી ઉભરાતી કોટેજ હોસ્પિટલને જોતા કોટેજ હોસ્પિટલ સિવાય દર્દીઓ માટે બીજા કોઈ વિકલ્પ માટે વહીવટીતંત્ર મંથન કરી બીજી વ્યવસ્થા કરવી જોઈએ. દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવાયા હોય એવુ કોટેજ હોસ્પિટલમાં નજરોનજર જોતા લાગી રહ્યું છે. વાંસદા તાલુકામાં છેલ્લા છ માસમાં 300 જેટલા કોરોના કેસ નોંધાયા છે. જે પૈકી હાલ 78 એક્ટિવ છે. જ્યારે 218 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ છે, તો 4 દર્દીએ જીવ ગુમાવ્યો છે.

આરોગ્યતંત્ર ઓક્સિજન પર | સવારે 8 કલાકથી મોત સામે ઝઝુમતા દર્દીને તપાસવા બપોરે દોઢ વાગ્યા સુધી એક પણ ડોક્ટર ફરક્યાં નહીં

શ્વાસ લેવામાં હાલાકી સાથે તબિયત લથડતા સવારે 8 કલાકે 108 એમ્બ્યુલન્સમાં કોટેજ હોસ્પિટલમાં એક બહેનને લાવ્યા બાદ બપોરે 1.30 કલાક સુધી જગ્યા નહીં મળે એવું જણાવી દીધુ હતું. એમ્બ્યુલન્સમાં રોકાયા બાદ એકપણ ડોકટર જોવા આવ્યા નથી કે શું તકલીફ છે. આ તે કેવી વ્યવસ્થા ? -શંકરભાઈ ધનજીભાઈ, દર્દીના સંબંધી, ચારણવાડા, તા.વાંસદા
ભર તાપમાં એમ્બ્યુલન્સમાં જ બેસવું પડ્યું

શ્વાસ લેવામાં તકલીફ પડતા સવારે 10 કલાકે કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે ત્યારથી એમ્બ્યુલન્સમાં જ ભર તાપમાં બેઠાં છે. અંદર જગ્યા નથી. કોઇ જોવા આવ્યું નથી કે કોઈ જાણકારી પણ આપતું નથી કે આગળ શું કરવું. - ગાવજુભાઈ માહલા, દર્દીના સંબંધી, માનકુનિયા, તા.વાંસદા
ઓક્સિજનની ઘટથી દર્દી રિફર કરાય છે
વાંસદા કોટેજ હોસ્પિટલમાં હાલમાં કોવિડના દર્દીઓથી હોસ્પિટલ ફૂલ છે. નીચે સુવડાવીને સારવાર કરાઇ રહી છે. રોજ દર્દીઓની સંખ્યામાં વધારો થવાના કારણે દર્દીઓ વેઈટીંગમાં રહે છે. ઓક્સિજનની ઘટને લઇ તકલીફ ઉભી થાય તો દર્દીઓને રિફર કરાય છે. - ડો. વિરેન્દ્રસિંહ સિંગ, કોટેજ હોસ્પિટલ, વાંસદા

નવા 55 બેડ પણ એકજ દિવસમાં ભરાયા, 43 દર્દીની જમીન પર સારવાર
કોટેજ હોસ્પિટલમાં રાજકીય આગેવાનો મુલાકાત લઈને ઓક્સિજનની બે ટેન્ક મુકાવી દીધી, 55 જેટલા બેડ મુકાઈ ગયા અને એક જ દિવસમાં ફૂલ થઈ ગયા. હાલમાં હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા નથી, વેઈટીંગમાં ચાલે છે, ઓક્સિજન છે તો નાના બોટલના રેગ્યુલેટર નથી. 6 કલાક સુધી એમ્બ્યુલન્સમાં દર્દીઓ સારવારની રાહ જોવી પડી હતી. જ્યારે 43 દર્દીને જમીન પર જ સારવાર અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો