તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની બેદરકારી:બારતાડ ગામે સ્મશાનભૂમિમાં સગડી ન મૂકાતા અગ્નિદાહ માટે રઝળપાટ

ઉનાઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૃતકોની અંતિમવિધિ માટે ગ્રામજનોને ઉનાઇ મોક્ષ મંદિરે જવું પડે છે

વાંસદા તાલુકાના ઉનાઈ-બારતાડ ગામે ગામિત ફળિયામાં નદી કિનારે ચેકડેમ પાસે ડાઘુઓ માટે અંતિમ સંસ્કાર કરવા સ્મશાનગૃહનું મકાન સરકારની વિવિધ યોજના થકી બનાવાયું છે, પરંતુ સ્મશાનમાં આશરે ચારેક વર્ષથી સગડી ફિટ કરવામાં તંત્રની નિષ્ક્રિયાતના કારણે સ્મશાનગૃહનું મકાન અહીંથી પસાર થતા લોકો માટે આરામગૃહની ગરજ સારી રહ્યું છે.

હાલમાં સ્મશાનગૃહમાં સગડી ન હોવાથી ગામમાં કોઈ મરણ થાય તો લોકોએ ઉનાઈ ગામે આવેલા સ્મશાને જવું પડે છે તેમજ ઉનાઈ-બારતાડ ગામે ઝાડી ફળિયામાં પણ સ્મશાનગૃહ નિર્માણ પામ્યું છે, પરંતુ તંત્રના પાપે આ સ્મશાનગૃહમાં સગડી ન નંખાતા આ સ્મશાનગૃહ બિનઉપયોગી બન્યું છે અને આ સ્મશાનગૃહ જર્જરિત હાલતમાં હોય જેના કારણે ગ્રામજનોએ ગામમાં મૃત્યુ થાય ત્યારે બારતાડ નદીના પટમાં અંતિમક્રિયા કરાતી હોય છે. જેમાં ચોમાસામાં નદીમાં પાણી વધી જવાથી અંતિમક્રિયા કરવા ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. જેને પગલે ગ્રામજનોએ ઘણીવાર ઉનાઈના સ્મશાને જવાનો વારો આવતો હોય છે.

જો ગામમાં બે સ્મશાનગૃહ નિર્માણ પામ્યા હોવા છતાં બીજા ગામમમાં અંતિમક્રિયા કરવા જવું પડતું હોય છે. ગ્રામજનો દ્વારા ગ્રામસભામાં આ મુદ્દે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું નથી. આ મુદ્દે ગ્રામજનોને ક્યાં સુધી હાલાકી ભોગવવી પડશે એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. તંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

ગ્રામસભામાં અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં
નવા બનેલા સ્મશાનગૃહમાં સગડી મુકવા બાબતે પંચાયતની ગ્રામસભામાં અનેકવાર રજૂઆત કરવા છતાં ચાર વર્ષ જેટલો સમય વિતી ચૂકવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, જેના કારણે અંતિમક્રિયા કરવા ગ્રામજનોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.> વિનોદભાઈ ગામીત, સ્થાનિક, બારતાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો