તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વાંસદાના માનકુનિયા-રાયબોરમાં કેસ વધતા 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

ઉનાઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 પોઝિટિવ અને 20ના શંકાસ્પદ મૃત્યુથી ગ્રુપ ગ્રા.પં.ની બેઠકમાં નિર્ણય

વાંસદા તાલુકાની માનકુનિયા-રાયબોર ગ્રુપ ગ્રામ પંચાયતમાં કોરોના સંક્રમણ વધવાના કારણે ગામના આગેવાનો તેમજ સરપંચ દ્વારા 9મીથી 18મી મે સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. માનકુનિયા અને રાયબોરમાં સંક્રમણ વધુ હોય હાલમાં પોઝિટિવ 35 દર્દીઓ તેમજ 20 જેટલા શંકાસ્પદ મૃત્યુ થયા હોવાના કારણે ગામના સરપંચ બાબુભાઈ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું.

ગામમાં લોકોને શરદી,ખાંસી અને તાવ જેવા લક્ષણો જણાય ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા માટે રિક્ષા ફેરવી લાઉડસ્પીકર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. માનકુનિયા ગામમાં સેનેટાઈઝીંગ કરાઈ રહ્યું છે. ગામમાં શરદી, ખાંસી તેમજ તાવ જેવા લક્ષણ દેખાય તો માનકુનિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય કર્મીઓ પાસે ટેસ્ટ કરાવી સારવાર લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

સંક્રમણ અટકાવવા રિક્ષા ફેરવી લોકોને સાવચેત કરાયા
માનકુનિયા ગામે સંક્રમણને પગલે આઈસોલેશન વોર્ડ પણ શરૂ કરાયા છે. પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ વોર્ડ ઉભો કરાયો છે. સંક્રમણ અટકાવવા રિક્ષામાં લાઉડસ્પીકરથી માહિતી અપાઈ છે. વધુમાં જરૂરી ટેસ્ટિંગ કરાવવા સૂચન કરાયું છે. > બાબુભાઇ, સરપંચ, માનકુનિયા

ગ્રામજનોને ટેસ્ટીંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા
માનકુનિયા પીએચસી પર વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે માનકુનિયા ડેરી પર ગામના આગેવાનો સાથે ચર્ચા કરી લોકોને શરદી,ખાંસી તેમજ તાવ જેવા લક્ષણોમાં ઘરે બેસી રહેવા કરતા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઇ જરૂરી ટેસ્ટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. > પ્રમોદભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, વાંસદા

​​​​​​​​​​​​​​પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્યકર્મીઓ સાથે સંવાદ
રાયબોર તેમજ માનકુનિયામાં કોરોના સંક્રમણ વધવાનું અમને જાણવા મળતા જિલ્લા પંચાયતના સભ્ય બાબજુભાઈ સાથે માનકુનિયા પીએચસીમાં જઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય કર્મીઓ સાથે વાતચીત કરી હતી. જેમ બને તેમ વધુ ટેસ્ટ કરી લોકોને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. લોકોને ગભરાઈ ન જવા પણ તાકિદ કરી છે. > સંજયભાઈ બિરારી, મહામંત્રી, વાંસદા ભાજપ

અન્ય સમાચારો પણ છે...