તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગારી છીનવાઇ:લગ્નસરાને ફરી કોરોનાનું ગ્રહણ લાગતા વાંસદાના ફોટો સ્ટુડિયો અને ડીજે સંચાલકો આર્થિક સંકટમાં

ઉનાઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં ડીજે અને ફોટોગ્રાફરો સામે પણ પોલીસ કેસ કરાતા સંચાલકોમાં ભય

કોરોનાને કારણે અનેક વેપાર-ધંધા પડી ભાંગ્યા હોય વાંસદા તાલુકામાં અનેક ફોટો સ્ટુડિયો તેમજ ડીજેના સંચાલકોની હાલત કફોડી બની છે. એપ્રિલ-મે મા વેકેશનને કારણે ગામોમાં મોટા પ્રમાણમાં લગ્નના મુહૂર્ત લેવાય છે, જેના પગલે ફોટો સ્ટુડિયો તેમજ ડીજેની માંગ વધુ હોય છે.

ફોટો સ્ટુડિયો તેમજ ડીજેવાળાઓ એકથી દોઢ મહિના ચાલનારા લગ્નગાળામાં વર્ષભરની કમાણી કરી લેતા હોય છે. જોકે એક વર્ષથી કોરોનાને કારણે ફોટો સ્ટુડિયો તેમજ ડીજે સંચાલકોને ઓર્ડર કેન્સલ થવાના કારણે કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ વર્ષે પણ કોરોનાનો કહેર યથાવત રહેતા અનેક લગ્ન કેન્સલ થયા હતા. લગ્નમાં કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે માત્ર 50 વ્યક્તિને જ પરમિશન હોવાના કારણે લોકોએ ફોટોગ્રાફીના ઓર્ડર કેન્સલ કર્યા હતા.

આ ઉપરાંત લગ્નમાં રાસ ગરબાની મનાઈ હોવાના કારણે આ વર્ષે પણ ડીજેના ધંઘાને ગ્રહણ લાગ્યું હતું જોકે અમુક કિસ્સામાં લગ્નમાં પોલીસ ત્રાટકતા ડીજે તેમજ ફોટોગ્રાફ પર પણ કેસ કરવાના કારણે સંચાલકોમાં ભય ફેલાવવાના કારણે પણ ઓર્ડર કેન્સલ કરવાનો વારો આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે અમુક કિસ્સામાં બેરોજગાર યુવાનોએ લોન પર ડીજે સિસ્ટમ લીધી હોય કોરોનાને પગલે ઓર્ડર મળતા નહીં હોય લોનના હપ્તા ન ભરાતા યુવાનો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. એજ રીતે સ્ટુડિયો લાઈનમાં પણ અનેક યુવાનો લોન પર કેમેરા લઇ સિઝનમાં કમાઈને આખું વર્ષ લોન ભરતા હોય છે. જેમને પણ એક વર્ષથી સિઝનમાં ઓર્ડર કેન્સલ થવાના કારણે આર્થિક સંકડામણનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.

ગત વર્ષે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સાથે ડીજે સંચાલકોએ આ બાબતે વાંસદામાં આવેદનપત્ર પણ આપ્યું હતું જોકે આ બાબતે સરકાર દ્વારા ફોટો સ્ટુડિયો તેમજ ડીજે સંચાલકોને આર્થિક સહાય કરવામાં આવે એવું સંચાલકો ઈચ્છી રહ્યા છે.

ડીજે-વાહનોની લોન માટે આર્થિક સહાય કરો
ડીજે સંચાલકોએ ડીજે લઈ જવા વાહન પણ લોન પર લીધા હોય છે તેમજ ફોટોગ્રાફરે કેમેરા પણ લોન પર લીધા હોય છે પરંતુ કોરોનાને કારણે ઓર્ડર કેન્સલ થતા લોન ભરવી પણ મુશ્કેલ બની છે. જેથી સરકાર દ્વારા એમને લોન બાબતે તેમજ આર્થિક રીતે સહાય કરવામાં આવે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

​​​​​​​ઓર્ડર કેન્સલ થતાં કપરી સ્થિતિમાં મૂકાયા
એક વર્ષથી ફોટોગ્રાફરોની સ્થિતિ વિકટ બની રહી છે મોબાઈલને કારણે સ્ટુડિયોના ધંઘાને અસર થઈ છે પરંતુ વર્ષમાં એકવાર ચાલનારા લગ્નસરામાં થતી કમાણીને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. એપ્રિલ અને મે માસમા વીડિયો શુટિંગ તેમજ ફોટોગ્રાફીના ઓર્ડરો કેન્સલ થવાને કારણે સ્ટુડિયો સંચાલકો બે સિઝનથી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. > વિજયભાઈ પટેલ, ફોટો સ્ટુડિયોના સંચાલક

અન્ય સમાચારો પણ છે...