આવેદન:દિવાળીમાં ઉનાઇ માતા મંદિર સંપૂર્ણ ખોલવા પ્રાંતને આવેદન, નહીં ખોલાય તો ગ્રામજનોની પ્રતિક ધરણાની ચીમકી

ઉનાઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાઈ માતાજીના મંદિરને સંપૂર્ણ ખોલવા અને યાત્રિકો- દર્શનાર્થીઓની બાધા-બાબરી, પૂજન માટે ફુલહાર લઈ જવા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાંસદા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. દિવસ એકમાં દક્ષિણ ભાગનો દરવાજો ગરમ પાણીના કુંડ અને પૂજાપાની પરવાનગી નહીં અપાય તો 14મીને દિવાળીના દિવસથી પ્રતિક ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.

મંદિર અમારી આસ્થાનું પ્રતિક છે
ઉનાઈ માતાજીનું મંદિર અમારી આસ્થાનું પ્રતિક છે. જો સંપૂર્ણ રીતે ખોલવામાં ન આવે અને પૂજાપાઠ તેમજ નારિયેળ-હાર ચઢાવવા નહીં દેવામાં આવે તો ઉપવાસ આંદોલન કરીશું. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા

યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું
દિવાળીના તહેવારોમાં નાના ધંધાર્થીઓને લાભ થાય અને ભાવિક ભક્તોને અડચણ ન પડે એ માટે રજૂઆત કરી હતી. જેનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું. > રસિકભાઈ ટાંક, ઉનાઈ મંદિર ટ્રસ્ટી-વાંસદા ભાજપ મહામંત્રી

કુંડમાં નહાવાની મનાઇ હટાવવા માંગ
ગરમ પાણીના કુંડ ખુલ્લા મુકાયા પરંતુ નહાવાની મનાઈ છે જે યોગ્ય નથી. અહીં નહાવાથી ચામડીના રોગો દૂર થવાની માન્યતા છે તેથી નહાવાની પરમિશન આપવી જોઇએ. > રાજુભાઇ (નેર), સ્થાનિક અગ્રણી, સિણધઈ

અન્ય સમાચારો પણ છે...