કોરોના મહામારી:ઉનાઈ BOBમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા

ઉનાઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાલિયામાં પોઝિટિવ છતાં કોઇને ગંભીરતા નહીં

વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ તકેદારીના પગલાં નહીં લેવામાં આવતા હોય ત્યારે કોરોના સંક્રમણની શકયતા વધી જવા પામી છે. વાંસદા તાલુકાના ઉનાઈના બજારમાં આવેલી બેંક ઓફ બરોડાની બહાર લોકોનો ધસારો જોવા મળ્યો હતો. બેંકના દરવાજામાં લોકો સોશિયલ ડિસ્ટન્સની પરવા કર્યા વગર ધક્કામુક્કી કરી રહ્યા હતા. જોકે ઉનાઈને અડીને આવેલા  ખંભાલિયા ગામે સ્ટેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યો હોય આવા સમયે સોશિયલ ડિસ્ટન્સની તકેદારી રાખવી એ ખુબજ આવશ્યક છે નહીતો કોરોના સંક્રમણની શકયતા નકારી શકાય એમ નથી. જ્યાંથી થોડે દુર જીઆરડીના જવાનોને પોઇન્ટ આપ્યો હોવા છતાં કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. જયારે બેંકની સામે આવેલી દુકાનના ઓટલા પર લોકો એકદમ ખીચોખીચ બેસી રહેતા હોય છે જેની બેંક સંચાલકો તકેદારી રાખવાની જરૂર જણાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...