તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રાધામમાં યાતના:દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઇમાં એસટી બસ સ્ટેન્ડની સુવિધા પણ નહીં, યાત્રિકો આકરા તાપમાં ઉભા રહે છે

ઉનાઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાજીના દર્શને રાજ્યભરમાંથી ભાવિકો આવતા હોવા છતાં બસ સેવાના નામે વ્યવસ્થા શૂન્ય

દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાઈમાં બસ સ્ટેન્ડની સુવિધા ન હોવાના કારણે બહારથી આવનારા અનેક પ્રવાસીઓ તેમજ ગ્રામજનોને હાલાકી પડી રહી હોય તંત્ર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય પગલાં લે તેવી લોકમાંગ ઉઠી છે.બસસ્ટેન્ડ ન હોવાના કારણે અનેક બસો ઉનાઈમાં આવેલા રેલવે સ્ટેશન પાસે આવતી હોય છે તેમજ મોટાભાગની બસો સ્ટેશન વિસ્તારમાં આવેલી દુકાનો પાસે ઉભી રહી ત્યાંથી જતી રહેતી હોવાનું પણ જાણવા મળ્યું છે. મેઈન રોડ પર ઉભી રહેતી બસને કારણે બહારગામથી આવતા પ્રવાસીઓ આ બાબતે અજાણ હોવાના કારણે ઘણીવાર બસો ચૂકી જતા હોય છે.

જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા ઉનાઈ માતાજી મંદિરના પાર્કિંગમાં બસ સ્ટેન્ડ માટે પોઇન્ટ આપવામાં આવ્યો છે પરંતુ ત્યાં બસો આવતી ન હોવાના કારણે પીક અપ બસસ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે. તેની સામે ખુલી ગટરોને કારણે અહીં અનેક નાસ્તાની દુકાનોએ અડિંગો જમાવી દેવાયો હોય, જેના કારણે ગ્રામજનો તેમજ પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અહીં વાપી-શામળાજી હાઇવે હોય બસ સ્ટેન્ડની સુવિધાના અભાવને કારણે રોડ પર ગમે ત્યાં બસો ઉભી રહેતી હોય છે. જેના કારણે અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.

વર્ષોથી બસ સ્ટેન્ડ માટે ગ્રામજનોની માંગણી જેમની તેમજ હોય જેના કારણે નોકરિયાત, વિદ્યાર્થી વર્ગ તેમજ અપડાઉન કરનારા લોકો તેમજ ઉનાઇ માતાજી મંદિરે આવતા પ્રવાસીઓ હાલાકિનો સામનો કરી રહ્યા છે. બસ સ્ટેન્ડના અભાવને કારણે રૂટીન બસ રેલવે સ્ટેશન પાસે બસો મુકવાનો વારો આવી રહ્યો હોય જોકે રાત્રિ રોકાણ કરતી બસોએ ઉનાઇ માતાજીના મંદિરની બાજુમાં આવેલા મંદિર પર્કિંગમાં બસો મુકવાનો વારો આવી રહ્યો છે. જોકે તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ માટે યોગ્ય નિરાકરણ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે.

મંદિર ટ્રસ્ટે કામચલાઉ પીકઅપ સ્ટેન્ડ ઉભુ કર્યું છે
મંદિર ટ્રસ્ટ દ્વારા કામચલાઉ પીકઅપ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે તેમજ ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એસટી નિગમને બસ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવણી માટે જણાવ્યું છે. જોકે જગ્યાનો પ્રશ્ન છે. જોકે એસટી નિગમને જગ્યા બતાવી છે, આ બાબતે વાતચીત ચાલુ છે. જેનો ઝડપી યોગ્ય નિરાકરણ કરીશું. - રસિકભાઈ ટાંક, ટ્રસ્ટી, ઉનાઇ માતાજી મંદિર

બસ સ્ટેન્ડના અભાવે હાલાકી ભોગવવી પડી
સુરતથી ઉનાઈ માતાજીના દર્શનાર્થે પરિવાર સાથે બસ દ્વારા ગયા હતા. જોકે આવતા બસ સ્ટેન્ડ ન હોવાના કારણે મંદિરેથી નીકળી બસ માટે પૂછતાં સ્ટેશન વિસ્તારમાં નોવેલ્ટીની દુકાન પાસે બસ ઉભી રહેતી હોવાનું જાણવા મળતા ત્યાં પરિવાર સાથે બે કલાક દુકાનના ઓટલા પર બેસી બસની રાહ જોતા અંતે બસ મળી હતી. જોકે બસ સ્ટેન્ડના અભાવને કારણે પરિવાર સાથે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. - દિલીપભાઈ પટેલ, ઉનાઈ મંદિરે આવનાર દર્શનાર્થી

અન્ય સમાચારો પણ છે...