તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાંસદા તાલુકાના કુરેલીયા ગામે ડુંગરી ફળિયામાં વર્ષોથી જૂની પાણીની સમસ્યાને કારણે અહીંના લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળી બાદ પાણીની સમસ્યા શરૂ થઈ જતી હોય છે, જેના કારણે ગ્રામજનોને 5થી 6 કિલોમીટર દૂર પીકઅપ ગાડીમાં પાણીની ટાંકી મૂકી પાણી લેવા જવું પડતું હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંસદા તાલુકાના ભીનાર ગામને અડીને આવેલા કુરેલીયા ગામમાં ડુંગરી ફળિયામાં આશરે 25 જેટલા કુટુંબો વસવાટ કરે છે. આ વિસ્તાર આદિવાસી હોય અહીંના લોકો માત્રને માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેતા હોય છે. જોકે અહીંના લોકો ખેતીની જમીન તો ધરાવે છે પરંતુ અહીંની જમીનમાં પાણીના સ્ત્રોત ન હોવાના કારણે અહીંના લોકોની ખેતી ઉજ્જડ બની છે. જેના કારણે લોકોને આવકનો પણ કોઈ સ્ત્રોત નથી, માત્ર પશુપાલનના વ્યવસાય પર નિર્ભર રહેવું પડતું હોય છે. જોકે પાણીની તંગીના કારણે ઘર વપરાશનું, પીવાનું પાણી પણ મળતું ન હોવાના કારણે અહીં વસતા લોકોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ચોમાસામાં વરસાદ જો સારો થાય તો ખેતીમાં ખાવા પૂરતું અનાજ પકવતા હોય છે, જે બાદ પાણીના અભાવને કારણે ખેતી પણ થઈ શકતી નથી. જેથી અહીંના લોકો છૂટક મજૂરી કામો કરતા હોય છે તેમજ પશુપાલન કરતા હોય છે. પશુપાલનમાં પણ પાણીની ખુબજ જરૂર હોય છે, જેના કારણે પાણી વગર ખુબજ હાલાકિનો સામનો કરવો પડતો હોય છે. ચોમાસા બાદ ભૂગર્ભ ટાંકીમાં સંગ્રહ કરેલું પાણી ઘર વપરાશમાં ચાલતું હોય છે જે દિવાળી પછી પાણી પૂરું થઈ જતા પીકઅપ ગાડીમાં સિન્ટેક્ષની ટાંકી મૂકી ચાર-પાંચ કિલોમીટર દૂર વેચાતું પાણી લાવવામાં આવતું હોય છે.
પાણીની પડતી સમસ્યાને લઈને તંત્ર દ્વારા નેરની બાજુમાં બોર કરી ડુંગરી ફળિયામાં 900 મીટર જેટલી મોટી પાઇપલાઇન કરવામાં પણ આવી હતી પરંતુ થ્રી ફેસ વીજ કનેકશનના અભાવને કારણે પાણી ડુંગરી ફળિયાના રહીશો સુધી પહોંચી શક્યું ન હોય જેના કારણે પાણી માટે કરવામાં આવેલો બોર તેમજ પાઇપલાઇન શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યા છે. આદિવાસી વસતી ધરાવતા કુરેલીયા ગામના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન હોવાથી તેમને પાણીની ખાસ જરૂરિયાત હોય છે, પરંતુ સરકાર દ્વારા પાણીની લાઇન નાંખી પાણી ન અપાતા લોકોમાં નારાજગી હોવાનું ચર્ચાય રહ્યું છે.
લોકોને પાણી વેચાતું લાવવું પડે છે
વર્ષોથી પાણીની સમસ્યાને કારણે ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતી માટે તો પાણી જ નથી. ઘર વપરાશના પાણી માટે પણ ખુબ જ મુશ્કેલી વેઠી રહ્યાં છે. પાણી વેચાતું લાવવું પડી રહ્યું છે. પાણી લાવવા અને લેવા જવા પણ સમયનો વેડફાટ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા કરવામાં આવેલો પાણીના બોરમાં વીજ કનેક્શન કરી પાણી શરૂ કરવામાં આવે તો અહીં વસતા કુટુંબોને પાણીની સમસ્યાથી છુટકારો મળે એમ છે. > ગિરીશભાઈ પટેલ, સ્થાનિક, કુરેલીયા
પાણીનો ખર્ચ ગરીબ પરિવારોને પરવડતો નથી
પાણીને લઈને ગ્રામજનો ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરવપરાશનું નહાવા તેમજ કપડાં ધોવાના પાણીની અછત પડતી હોય છે, જેના કારણે પાણી માટે ચાર-પાંચ કિલોમીટર દૂર પીકઅપ ગાડીમાં પાણીની ટાંકી મૂકી વેચાતું પાણી લાવી આપવું પડતું હોય છે, જે અહીં રહેતા આદિવાસી ગરીબ પરિવારોને પરવડે તેમ નથી છતાં પણ પાણી માટે રૂપિયા ખર્ચવા પડતા હોય છે. > કમલેશભાઈ શંકરભાઇ પટેલ, સ્થાનિક, કુરેલીયા
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.