તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાનો ભય:વાંસદામાં નવનિર્મિત કોટેજ હોસ્પિટલની કંપાઉન્ડ વોલ પાસે ગંદકીનું સામ્રાજ્ય

ઉનાઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુર્ગંધ મારતી ગટરને કારણે રોગચાળાનો ભય ફેલાયો

વાંસદામાં નવનિર્મિત કોટેજ હોસ્પિટલની કંપાઉન્ડ વોલની બાજુમાં દુર્ગંધ મારતી ખુલ્લી ગટરને કારણે રોગચાળો ફાટવાની દહેશત ફેલાઈ છે. વાંસદાના તાલુકાની 95 ગામની પ્રજા માટે કોટેજ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે. આ હોસ્પિટલમાં વર્ષોથી અહીંના આદિવાસીઓ વિનામૂલ્યે સારવાર લઈ રહ્યાં છે. વાંસદા તાલુકાની ભોળી પ્રજા વિનામૂલ્યે મળતી સારવારને કારણે સહનશીલતા ધરાવતા હોય છે અને દરેક અગવાડતાને સગવડતા સમજી ચાલતા હોય છે.

જોકે જૂની કોટેજ હોસ્પિટલમાં તંત્ર દ્વારા અગાઉ પણ અનેક પ્રકારની અગવડતા પડતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા ન હતા. પ્રજાના આરોગ્ય બાબતે આરોગ્ય તંત્ર ખુબજ સજાગ રહેતું હોય છે પરંતુ વાંસદામાં આરોગ્ય તંત્ર પ્રજાના આરોગ્ય બાબતે ખુબ જ નિરસ જોવા મળી રહ્યું છે. અગાઉ પણ જૂની કોટેજ હોસ્પિટલની આજુબાજુ ગાંદકીને કારણે કોટેજ હોસ્પિટલના કંપાઉન્ડમાં તેમજ પ્રસુતિગૃહ સામે ભૂંડોનો જમાવડો જોવા મળતો હતો. આ ભૂંડોને કારણે કંપાઉન્ડમાં ગંદકી જોવા મળતી હતી, જેના કારણે પ્રજાના આરોગ્ય બાબતે ચર્ચાનો વિષય બન્યો હતો.

હાલમાં સરકાર દ્વારા જૂની કોટેજની બાજુમાં અદ્યતન સુવિધાસભર નવી કોટેજ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ નવનિર્મિત કોટેજ હોસ્પિટલની બાજુમાં ગટરનું પાણી ભેગું થતું હોય છે, જેના કારણે ત્યાં પણ ભૂંડોનો જમાવડો તેમજ ખદબદતી દુર્ગંધ મારતી ખુલ્લી ગટરોને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને આરોગ્ય અંગે મુશ્કેલી ઉભી થાય તો નવાઈ નથી.

આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુને કારણે ઘરની આસપાસ પાણી જમા નહીં થાય તેની કાળજી લેવા લોકોને સલાહ સૂચન આપવામાં આવે છે ત્યારે હોસ્પિટલની બાજુમાં આવી ખુલ્લી ગટરોમાં પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાને કારણે રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...